Not Set/ સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો નહીં યોજાય,કલેકટરના અધ્યક્ષસ્થાને નિર્ણય

રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની હરવા ફરવાની શોખીન જનતા માટે નિરાશાજનક સમાચાર સાંભળી રહ્યા છે.સમગ્ર ગુજરાત પર કોરોનાની ત્રીજી લહેરનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની મોજીલી

Top Stories Gujarat

રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની હરવા ફરવાની શોખીન જનતા માટે નિરાશાજનક સમાચાર સાંભળી રહ્યા છે.સમગ્ર ગુજરાત પર કોરોનાની ત્રીજી લહેરનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની મોજીલી જનતા આ વર્ષે ભાતીગળ લોકમેળો નહીં માણી શકે.સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીનું અનેરૃ મહત્વ જોવા મળે છે પરંતુ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં યોજવામાં આવતો જગ પ્રસિદ્ધ લોકમેળો સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત આસપાસના ગામડાના લોકો માટે આકર્ષણનો કેન્દ્ર માનવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે આ મેળો રદ થયો હતો ત્યારે સતત બીજા વર્ષે પણ સૌરાષ્ટ્રવાસીઓના રંગમાં ભંગ પાડવા માટે કોરોના નિમિત્ત બન્યો છે.આ બાબતની જાણ થતા શહેરની જનતામાં નિરાશા વ્યાપી જવા પામી છે.

કોરોનાના કારણે સામાજિક અંતર હજુ પણ જરૂરિયાત હોય ભીડ એકત્ર થાય તો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉપસ્થિત થાય તેમ હોય આ નિર્ણય લેવામાં આવ્યો છે.સૌરાષ્ટ્રમાં ભાતીગળ લોકમેળો આ વર્ષે યોજવામાં નહીં આવે તે અંગે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.સતત બીજા વર્ષે સાતમ-આઠમનો મેળો યોજવામાં નહિ આવે એવો નિર્ણય રાજકોટ કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરને કાઢવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કલેકટરના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.રાજકોટ કલેકટર દ્વારા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટમાં આરોગ્ય વિભાગે મેળામાં મોટાપાયે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી - GSTV

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. તેમજ બહોળા પ્રમાણમાં રસીકરણના કારણે લોકોમાં એન્ટીબોડી બની ગઈ હોવાના કારણે ધીમે ધીમે શૈક્ષણિક કાર્ય તબક્કાવાર શરૂ થઈ રહ્યું છે,તેમજ આજથી જીમ તેમજ સ્નાનાગર પણ ખુલી ગયા છે ત્યારે  આ વર્ષે ભગવાન કૃષ્ણના જન્મ નિમિત્તે યોજવામાં આવતો જન્માષ્ટમીનો મેળો મહાલવાની ઈચ્છા સૌરાષ્ટ્રવાસીઓમાં પ્રબળ બની હતી. એવામાં રાજકોટ કલેકટરની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે લોકોના રંગમાં ભંગ પડ્યો હોય તેવું ચિત્ર ઉપસ્થિત થયું છે.