National News/ “ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો”, ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલ પર મોટો હુમલો

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) ના 7 રાજ્યસભા સાંસદો હવે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. રાઘવ ચઢ્ઢાના આકરા આક્ષેપો અને રાજ્યસભાના નવા સમીકરણો વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
AAP

AAP Split 2026:  અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) માટે રાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો લાગ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ 7 બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાથે જ રાજ્યસભામાં સમીકરણો બદલાયા છે અને ભાજપનું સંખ્યાબળ વધીને 113 થઈ ગયું છે.

સંજય સિંહની રજૂઆત ફગાવી દેવાઈ

આ અગાઉ રવિવારે (26 April 2026) સંજય સિંહે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી. તેમણે આને પંજાબની જનતા સાથે વિશ્વાસઘાત ગણાવ્યો હતો. જોકે, સચિવાલયે બે-તૃતીયાંશ (2/3) સભ્યોના વિલયની બંધારણીય જોગવાઈને ગ્રાહ્ય રાખી ‘આપ’ની દલીલો ફગાવી દીધી છે.

રાઘવ ચઢ્ઢાનો પ્રહાર: “ખોટી પાર્ટીમાં સાચો માણસ હતો”

ભાજપમાં વિધિવત જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ (AAP) કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે:

સિદ્ધાંતોનો ભોગ: ચઢ્ઢાએ કહ્યું કે AAP પાર્ટીને તેમણે 15 વર્ષ આપ્યા તે હવે નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ છે.

અંગત સ્વાર્થ: તેમણે આક્ષેપ કર્યો કે હવે પાર્ટી રાષ્ટ્રીય હિતને બદલે અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે.

કોણ કોણ જોડાયું ભાજપમાં?

રાઘવ ચઢ્ઢાની આગેવાનીમાં ભાજપમાં જોડાનાર સાંસદોમાં નીચેના નામો સામેલ છે:

હરભજન સિંહ

રાજેન્દ્ર ગુપ્તા

વિક્રમજીત સિંહ સાહની

સ્વાતિ માલીવાલ

સંદીપ પાઠક

અશોક મિત્તલ

આ મોટા ભંગાણ બાદ રાજ્યસભામાં AAP નું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે, જે પાર્ટીના રાષ્ટ્રીય પ્રભાવ માટે મોટો ખતરો છે.


આ પણ વાંચો : કેજરીવાલના નવા ઘરને ભાજપે કહ્યું ‘શીશ મહેલ પાર્ટ-2’, 95 Lodhi Estate બંગલા પર મોટો વિવાદ

આ પણ વાંચો : AAPને મોટો ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડી, કેટલાક BJPમાં જોડાયા

આ પણ વાંચો : રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો સત્તાવાર રીતે ભાજપમાં સામેલ, નીતિન નબીને મિઠાઈ ખવડાવી