National News/ રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો સત્તાવાર રીતે ભાજપમાં સામેલ, નીતિન નબીને મિઠાઈ ખવડાવી

આમ આદમી પાર્ટીના 7 સાંસદો BJPમાં સામેલ. રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ અને સ્વાતિ માલીવાલે છોડી AAP. કેજરીવાલ અને ભગવંત માનના આકરા પ્રહાર. જાણો દિલ્હીમાં શું થયું.

NATIONAL Top Stories India
Raghav Chadha joins BJP:

Raghav Chadha joins BJP: ભારતીય રાજકારણમાં શુક્રવારે સાંજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત કુલ સાત સાંસદોએ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરીયો ધારણ કરી લીધો છે. દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર ખાતે ભાજપ અધ્યક્ષ નીતિન નબીને રાઘવ ચઢ્ઢાને લાડુ ખવડાવી પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું.

BJPમાં ભળ્યા ‘આપ’ ના દિગ્ગજો

રાઘવ ચઢ્ઢાએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી (AAP) છોડવાની સત્તાવાર જાહેરાત કરી હતી, જે બાદ શુક્રવારે સાંજે તેઓ વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા હતા. તેમની સાથે ‘આપ’ સાથે છેડો ફાડનારા અન્ય 7 સાંસદોમાં મુખ્યત્વે રાઘવ ચઢ્ઢા ઉપરાંત સંદીપ પાઠક, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ, વિક્રમજીત સાહની અને રાજેન્દ્ર ગુપ્તાના નામનો સમાવેશ થાય છે.

કેજરીવાલ અને ભગવંત માનનો આકરો પ્રહાર

રાઘવ ચઢ્ઢાના આ પક્ષપલટાથી અરવિંદ કેજરીવાલ લાલઘૂમ થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “ભાજપે ફરી એકવાર પંજાબીઓ સાથે દગો કર્યો છે.” બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે, “ભાજપનું પંજાબમાં કોઈ અસ્તિત્વ નથી, એટલે જ તેઓ ‘વોશિંગ મશીન’ અને ‘ઓપરેશન લોટસ’ દ્વારા પાર્ટીઓ તોડી રહ્યા છે. ગદ્દારોના જવાથી કોઈ ફર્ક પડતો નથી.”

“જનતા આ ગદ્દારોના નામ યાદ રાખશે” – સંજય સિંહ

AAP નેતા સંજય સિંહે આકરા શબ્દોમાં કહ્યું કે, જે લોકોને જનતાએ સામાન્ય સ્તરેથી ઉઠાવીને સંસદ સુધી પહોંચાડ્યા, તેમણે જ આજે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર પંજાબમાં જનહિતના કાર્યોને રોકવા માટે આ ષડયંત્ર રચી રહી છે.

આ ઘટના બાદ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ ખૂબ જ નબળું થઈ ગયું છે, જેની સીધી અસર આગામી સંસદીય કાર્યવાહી પર પડશે.


આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢાએ છોડી આમ આદમી પાર્ટી, કેમ લીધો ભાજપમાં જોડાવાનો નિર્ણય? જાણો વિગતવાર

આ પણ વાંચો:આંખના ઓપરેશન બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

આ પણ વાંચો:રાઘવ ચઢ્ઢા બ્રિટનમાં આંખનું ઓપરેશન કરાવશે, AAP સાંસદ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે