National News/ રાઘવ ચઢ્ઢાએ છોડી આમ આદમી પાર્ટી, કેમ લીધો ભાજપમાં જોડાવાનો નિર્ણય? જાણો વિગતવાર

Raghav Chadhaએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. 2/3 સાંસદો સાથે તેઓ ભાજપમાં જોડાશે. જાણો કેમ રાઘવ ચઢ્ઢાએ આપ પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપો.

Top Stories NATIONAL India
Raghav Chadha Joins BJP

Raghav Chadha Joins BJP: આમ આદમી પાર્ટી (AAP) માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો સામે આવ્યો છે. પાર્ટીના યુવા ચહેરા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ AAP છોડી ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. રાઘવ ચઢ્ઢાએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ રાજકીય ભૂકંપ સર્જ્યો છે. તેમની સાથે સંદીપ પાઠક અને અશોક મિત્તલ જેવા સ્તંભ ગણાતા નેતાઓએ પણ પક્ષત્યાગ કર્યો છે.

“ઘાયલ છું એટલે ઘાતક છું” – Raghav Chadha

પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચઢ્ઢાએ ભાવુક અને આક્રમક અંદાજમાં કહ્યું કે, “જે પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સિંચી હતી, તે હવે પોતાના લક્ષ્યોથી ભટકી ગઈ છે. આ પાર્ટી હવે માત્ર અંગત ફાયદા માટે ચાલે છે.” રાઘવ ચઢ્ઢાએ બંધારણીય જોગવાઈઓનો હવાલો આપીને રાજ્યસભાના બે-તૃતીયાંશ સભ્યો સાથે ભાજપમાં વિલય કરવાની જાહેરાત કરી છે.

આ દિગ્ગજ સાંસદો પણ ભાજપના શરણે?

રાઘવ ચઢ્ઢાના દાવા મુજબ, રાજ્યસભાના નીચે મુજબના સાંસદો ભાજપમાં જોડાઈ શકે છે:

  • સ્વાતિ માલીવાલ
  • હરભજન સિંહ
  • રાઘવ ચઢ્ઢા
  • સંદીપ પાઠક
  • અશોક મિત્તલ
  • વિક્રમજીત સિંહ સાહની

કેવી રીતે શરૂ થયો વિવાદ? 

2 એપ્રિલે AAP દ્વારા રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા, જે બાદ રાઘવે પોતાને સંસદમાં બોલતા રોકવામાં આવ્યા હોવાનો આરોપ લગાવીને જણાવ્યું હતું કે તેમની ચુપકીદીને હાર ન સમજવી જોઈએ અને તેઓ સમય આવ્યે પૂર બનીને પરત ફરશે. બીજી તરફ, AAP ના જ નેતાઓ આતિશી અને ભગવંત માને વળતો પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે જ્યારે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે રાઘવ લંડનમાં હતા અને તેઓ મોદીથી ડરી રહ્યા છે. આ દરમિયાન સૌરભ ભારદ્વાજે એવો પણ દાવો કર્યો છે કે રાઘવે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી મોદી વિરોધી તમામ જૂની પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને હવે તેઓ મોદીની પ્રશંસા કરી રહ્યા છે.

પુસ્તક દ્વારા કેજરીવાલ પર કટાક્ષ

રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં રોબર્ટ ગ્રીનનું પુસ્તક ‘ધ 48 લોઝ ઓફ પાવર’ વાંચતા ફોટો શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, “ક્યારેય તમારા બોસ કરતા વધુ ચમકવાની કોશિશ ન કરો.” આ પોસ્ટ દ્વારા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે પાર્ટીમાં તેમની વધતી લોકપ્રિયતાથી કેજરીવાલ અસુરક્ષિત અનુભવી રહ્યા હતા.


આ પણ વાંચો:’18 વર્ષની ઉંમરે સરકાર પસંદ કરો, 21 વર્ષની ઉંમરે ચૂંટણી લડો’ AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કરી માંગ

આ પણ વાંચો:આંખના ઓપરેશન બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

આ પણ વાંચો:રાઘવ ચઢ્ઢા બ્રિટનમાં આંખનું ઓપરેશન કરાવશે, AAP સાંસદ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે