World News/ ટ્રમ્પને યુદ્ધ ચાલુ રાખવા 7 દિવસની મર્યાદા, 1 મે પહેલાં અમેરિકી સંસદની મંજૂરી જરૂરી

ઈરાન તણાવ વચ્ચે ટ્રમ્પ (Trump) સંસદીય મંજૂરીના દબાણને કારણે યુદ્ધવિરામ અને વાટાઘાટો તરફ ઝૂકી રહ્યા છે.

Top Stories World
trump

America News: ઈરાન સામે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વારંવાર યુદ્ધવિરામની મુદત વધારી વાટાઘાટો તરફ ઝૂકી રહ્યા છે. તેની પાછળ માત્ર કૂટનીતિક નહીં, પરંતુ મોટું રાજકીય ગણિત કામ કરી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ Trumpહાલમાં એવી સ્થિતિમાં છે કે તેઓ અમેરિકી સંસદ (સેનેટ)ની મંજૂરી લેવાના સંકટથી બચવા માંગે છે.

અમેરિકી બંધારણ મુજબ કોઈપણ યુદ્ધને 60 દિવસની અંદર સંસદીય મંજૂરી લેવી ફરજિયાત છે. ટ્રમ્પે યુદ્ધ 28 ફેબ્રુઆરીએ શરૂ કર્યું હતું અને 2 માર્ચે સંસદને જાણ કરવામાં આવી હતી. હવે 1 મે પહેલા યુદ્ધ માટે મંજૂરી મેળવવાની સમયમર્યાદા સામે તેઓ ઉભા છે.

સેનેટમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે 53 સભ્યો છે, જ્યારે ડેમોક્રેટ્સ પાસે 47 સભ્યો છે. જોકે ચિંતાની વાત એ છે કે ટ્રમ્પની પોતાની પાર્ટીના અંદાજે 10 સાંસદો ઈરાન યુદ્ધના વિરોધમાં અવાજ ઉઠાવી ચૂક્યા છે. બીજી તરફ ડેમોક્રેટ્સ પણ એકજૂટ રહી વિરોધ કરી શકે છે.

આ રાજકીય સમીકરણોને જોતા ટ્રમ્પ માટે સેનેટમાં યુદ્ધ મંજૂરી મેળવવી મુશ્કેલ બની શકે છે. તેથી 1 મે પહેલા કોઈપણ રીતે યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો અને યુદ્ધવિરામ માટે વધતી ઉત્સુકતા પાછળ આ જ રાજકીય દબાણ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

જો કે, આ કાયદા હેઠળ 60 દિવસની મર્યાદા બાદ પણ રાષ્ટ્રપતિ પાસે એક વધારાનો વિકલ્પ રહે છે. તે એક જ વાર માટે 30 દિવસનો વધારાનો સમય લઈ શકે છે. આ સમયગાળો યુદ્ધ ચાલુ રાખવા માટે નહીં, પરંતુ મેદાનમાં રહેલા સૈનિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે જ માન્ય ગણાય છે. એટલે આ જોગવાઈનો ઉપયોગ યુદ્ધ લંબાવવા નહીં, પરંતુ સૈનિકોને સલામત રીતે પાછા લાવવા માટે જ થઈ શકે છે.

ટ્રમ્પ (Trump) 60 દિવસની મર્યાદા તોડી શકે? અમેરિકી કાયદો શું કહે છે?

એક વધુ મોટો સવાલ એ ઊભો થયો છે કે શું ટ્રમ્પ 60 દિવસની કાનૂની મર્યાદાને અવગણી શકે છે ? અમેરિકાના ઘણા રાષ્ટ્રપતિઓએ અગાઉ દલીલ કરી છે કે સેનાના પ્રમુખ તરીકે બંધારણ તેમને વિશાળ સત્તાઓ આપે છે અને તેથી આવી મર્યાદાઓ સંપૂર્ણપણે બાંધકામરૂપ નથી.

2011માં બરાક ઓબામાએ લિબિયામાં 60 દિવસથી વધુ સમય સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી હતી અને દલીલ કરી હતી કે ત્યાં ‘સતત લડાઈ’ જેવી સ્થિતિ ન હોવાથી આ કાયદો લાગુ પડતો નથી. ટ્રમ્પે પણ પોતાના પહેલા કાર્યકાળમાં 2019 દરમિયાન યમન યુદ્ધ સંબંધિત પ્રસ્તાવને વીટો કરીને પોતાના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાની વાત કરી હતી.

પરંતુ હાલની પરિસ્થિતિમાં જો ટ્રમ્પ 60 દિવસની સમયમર્યાદાને અવગણે છે, તો તે માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય વિવાદ પણ ઊભો કરી શકે છે. ખાસ કરીને રિપબ્લિકન પાર્ટી માટે આ મુદ્દો આંતરિક દબાણ અને રાજકીય પડકાર ઉભો કરી શકે છે.


આ પણ વાંચો : મધ્ય પૂર્વમાં અમેરિકાની તાકાતમાં મોટો વધારો, શું ટ્રમ્પ વિનાશ મચાવવાની તૈયારી કરી રહયો છે?

આ પણ વાંચો :પૂર્વ અમેરિકી વિદેશ મંત્રીનો મોટો દાવો – નેતન્યાહૂએ ટ્રમ્પને યુદ્ધ માટે કેવી રીતે મનાવ્યા?

આ પણ વાંચો :ટ્રમ્પે ભારત-ચીનને કહ્યા ‘નરક’, અમેરિકામાં ભારતીયોની નોકરી અને નાગરિકતા પર તોળાતું સંકટ