Entertainment News/ સોનુ નિગમના 19 વર્ષીય દીકરાનું સિંગિંગ ડેબ્યૂ, પુત્રની સફળ શરૂઆતથી ભાવુક થયા પિતા

Nivaan Nigam: સોનુ નિગમના 19 વર્ષીય દીકરા નિવાન નિગમે સિંગિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. દિવાળીના અવસરે પિતાએ દીકરાની મહેનત અને સંગીતની સફર વિશે વાત કરી.

Top Stories Entertainment
Nivaan Nigam: 19 વર્ષની ઉંમરે સોનુ નિગમના દીકરાનું શાનદાર ડેબ્યૂ, પિતાની આંખો થઈ ભીની HEARTWARMING

Entertainment News: સિંગર સોનુ નિગમના પરિવારમાં હવે સંગીતની નવી સફરની શરૂઆત (Music Debut) થઈ છે. તેમના 19 વર્ષીય દીકરા નિવાન નિગમે (Nivaan Nigam) પણ પિતા અને દાદાના પગલે ચાલીને સિંગિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે. દિવાળીના ખાસ અવસરે સોનુ નિગમ અને તેમની પત્ની મધુરિમાએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરી હતી. નિવાને શોર્ટ ફિલ્મ ‘સ્લાઇડ’ (Slide) સાથે પોતાની સિંગિંગ કારકિર્દીની શરૂઆત કરી છે.

Nivaan Nigam: દીકરાની શરૂઆતથી ખુશ થયા સોનુ નિગમ

નિવાનના આ નવા સફરની જાહેરાત કરતાં સોનુ નિગમે સોશિયલ મીડિયા પર દીકરાની એક તસવીર શેર કરી હતી. તેમણે નિવાનની અત્યાર સુધીની સંગીતની સફર અને તેની મહેનત વિશે પણ વાત કરી હતી. સોનુએ જણાવ્યું કે બાળપણમાં પિતાની સામે ગાતાં પણ શરમ અનુભવતો નિવાન આજે સંગીત ક્ષેત્રે પોતાની ઓળખ બનાવવા આગળ વધી રહ્યો (Sonu Nigam Son) છે.

Nivaan Nigam: 19 વર્ષની ઉંમરે સોનુ નિગમના દીકરાનું શાનદાર ડેબ્યૂ, પિતાની આંખો થઈ ભીની HEARTWARMING
Nivaan Nigam: 19 વર્ષની ઉંમરે સોનુ નિગમના દીકરાનું શાનદાર ડેબ્યૂ, પિતાની આંખો થઈ ભીની HEARTWARMING

દરરોજ 16 કલાક સુધી કરતો હતો રિયાઝ

સોનુ નિગમે પોસ્ટમાં જણાવ્યું કે નિવાને પોતાના વોકલ કોચની સલાહ મુજબ દરરોજ 16 કલાક સુધી રિયાઝ કર્યો હતો. આ ઉપરાંત પોતાની આવડત સુધારવા માટે કલાકો સુધી ડાન્સની પ્રેક્ટિસ પણ કરી હતી. તેણે સ્ટુડિયોમાં ‘પૂ બિયર’ સાથે એક જ ટેકમાં રેકોર્ડિંગ પૂર્ણ કર્યું હતું.

Nivaan Nigam: 19 વર્ષની ઉંમરે સોનુ નિગમના દીકરાનું શાનદાર ડેબ્યૂ, પિતાની આંખો થઈ ભીની HEARTWARMING
Nivaan Nigam: 19 વર્ષની ઉંમરે સોનુ નિગમના દીકરાનું શાનદાર ડેબ્યૂ, પિતાની આંખો થઈ ભીની HEARTWARMING

4 વર્ષની ઉંમરથી જ સંગીત સાથે જોડાણ

નિવાનનો સંગીત સાથેનો સંબંધ બાળપણથી જ રહ્યો છે. સોનુ નિગમે જણાવ્યું કે નિવાણે માત્ર 4 વર્ષની ઉંમરે સ્ટુડિયોમાં ‘કોલાવેરી ડી’ ગીત ગાયું હતું. જ્યારે સાડા ચાર વર્ષની ઉંમરે તેણે સ્ટેજ પર ‘અભી મુઝમેં કહી’ ગીત રજૂ કર્યું હતું. જોકે, હવે તેણે સંગીતને પોતાની કારકિર્દી તરીકે આગળ વધારવાનો નિર્ણય લીધો છે.

Nivaan Nigam: 19 વર્ષની ઉંમરે સોનુ નિગમના દીકરાનું શાનદાર ડેબ્યૂ, પિતાની આંખો થઈ ભીની HEARTWARMING
Nivaan Nigam: 19 વર્ષની ઉંમરે સોનુ નિગમના દીકરાનું શાનદાર ડેબ્યૂ, પિતાની આંખો થઈ ભીની HEARTWARMING

દીકરા માટે પ્રેમ અને આશીર્વાદની કરી અપીલ

સોનુ નિગમે પોતાના દીકરાની મહેનત અને બદલાવ અંગે ખુશી વ્યક્ત કરતાં ચાહકોને નિવાનને પ્રેમ અને આશીર્વાદ આપવા અપીલ કરી હતી. તેમણે એવી શુભેચ્છા પણ વ્યક્ત કરી કે નિવાણ સંગીતની આ નવી સફર મહેનત, આત્મસન્માન, સમર્પણ અને નમ્રતા સાથે આગળ વધારે. નિવાનના સિંગિંગ ડેબ્યૂથી સમગ્ર પરિવાર ખુશ છે.


આ પણ વાંચો: સહારા શાહ બનશે હિરોઈન, કેન્સરને માત આપી એક્ટિંગમાં કરશે ડેબ્યૂ

આ પણ વાંચો: રોશન ખાનદાનની ચોથી પેઢીની બોલિવૂડમાં એન્ટ્રી; ઋતિક રોશનના પુત્રએ સંગીત ક્ષેત્રે કર્યું ડેબ્યૂ

આ પણ વાંચો: અર્જુન રામપાલના સિનેમામાં 25 વર્ષ: ડેબ્યૂ હીરો તરીકેની શરૂઆતથી લઈને શક્તિશાળી વિલન સુધીની સફર