Ahmedabad News/ અમદાવાદમાં સ્પા સેન્ટર પર સીઆઈડી ક્રાઈમનો દરોડો, મસાજની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર

3 વિદેશી સહિત 4 યુવતીઓ ઝડપાઈ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં અનેક ઠેકાણે સ્પા સેન્ટર ધમધમી રહ્યા છે. જેમાં અનેક ઠેકાણે દેહ વ્યાપાર પણ ચાલવે છે. અમદાવાદના આવા જ એક સ્પા સેન્ટર પર અમદાવાદ સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડો પાડીને સ્પાના નામે ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને તપાસ દરમિયાન આ સ્પામાંથી 3 વિદેશી યુવતીઓ સહિત કુલ 4 યુવતીઓ મળી આવી હતી. આ કેસમાં CID ક્રાઈમે બે જુદા જુદા ગુનાઓ દાખલ કર્યા છે.ઘટનાને વિગતે જોઇએ તો અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આ ધ થાઇ સ્પા આવેલું છે. જ્યાં સ્પાના નામ પર દેહ વેપાર ચાલતો હોવાની બાતમી સીઆઇડી ક્રાઇમને મળી હતી.

આ બાતમીને આધારે સીઆઇડી ક્રાઇમે છટકું ગોઠવ્યું હતું.. અને ડમી ગ્રાહકના સ્વાંગમાં પોલીસ કર્મચારી સ્પામાં પહોંચ્યા હતા.. અને ત્યાં પહોંચતા દેહવેપારના આ સ્કેમનો પર્દાફાશ થયો હતો.ચાર યુવતીઓ પૈકી ત્રણ યુવતીઓ થાાઇલેન્ડની હોવાનું સામે આવ્યું છે.. અને આ . આ સાથે ત્રણેય વિદેશી યુવતીઓને મહિને 50 હજાર પગાર આપવામાં આવતો હતો હોવાનું પણ જાણવા મળ્યુ,જ્યારે અન્ય એક યુવતી અમદાવાદની જ રહેવાસી હતી.. જેને મહિને 20 હજાર પગાર આપી સ્પામાં રાખવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ

આ પણ વાંચો: વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરામાં ડોક્ટરનું નર્સ પર લગ્નની લાલચે દુષ્કર્મ