જામનગરમાં ફરી એક વખત ACBએ સપાટો બોલાવ્યો છે અને કરપ્ટ પોલીસ કમચારીને રંગે હાથ ડબોચી લીધો હોવાની વિગતો વિદિત છે. જી હા, પોલીસ કર્મી અને કરપ્શન એટલે પ્રજા માટે ઘાતક કોમ્બિનેશન કહી શકાય. જેના માથા પર સામાન્ય પ્રજા ન્યાય – કાયદો અને વ્યવસ્થાનો ભરોશો રાખીને બેઠી છે તેવા વિભાગો કરપ્શનમાં તરબોળ હોવાની વાત માત્રથી સામાન્ય માણસ હતાશાનો ભોગ બની જતો હોય છે. લોકો પોલીસમાં કેમ નથી આવતા જેવી મોટી મોટી કહેવાતી દલિલોને આવા કારણે જ લોકો ઘીનતાથી જોતા થઇ ગયા છે. અને પોલીસમાં વ્યાપ્ત આ કચરો સાફ કરકવા માટે જ ACB કાર્યરત છે. ત્યારે ફરી એક સિસ્ટમમાં ગંદકી ફેલાવતી મર્જનો ઇલાજ ACB દ્વારા કરી દેવામાં આવ્યો છે.
જા હા, જામનગરમાં જેલ પોલીસકર્મી ACB ના સકંજામાં સપડાયો છે અને તે પણ એકલો નહીં, પોલીસકર્મી સાથે વચેટીયો પણ ACB ના સકંજામાં આવી ગયો છે. જેલમાં પાન મસાલાની વ્યવસ્થા માટે લાંચ માંગી હતી. હવે ખબર પડી રહી છે ને કે છાસવારે પુછાતા સવાલો જેવા કે જેલમાં સુવીધાઓ આપવામાં આવે છે? જેલમાં મોબાઇલ કેમ પહોંચ્યો? જેલમાં આવુ કેમ થયું ? તે તમામ બાબતોની કડી આ કરપ્શન અને કરપ્ટ અધિકારી અને કર્મચારી જ છે. આ પણા કાયદા અને તેની જોગવાઇએના કારણે પોલીસ કર્મી તો હાલ ફક્ત સસ્પેન્ડ જ થશે અને આવતા 6 – 12 મહિનામાં પાછો નોકરીએ પણ ચડી જશે તે હકીકત છે. પરંતુ શું આ આમ જ ચાલશે કે વાતો કરવામાં આવતી ગુડ ગવર્નન્સ કદી અનુભવાશે પણ ખરી ?
જામનગરનાં આ કિસ્સામાં પોલીસ કર્મી પણ નાનો છે અને કાંડ પણ કહી મોટો કહી શકાય તેવો તો નથી જ. વિગતો જોવામાં આવે તો જેલમાં પાન-મસાલીની વ્યવસ્થા કરી આપવાનાં બદલામાં જેલ સહાયક અને વચેટીયાને દબોચી લેવાયા છે. શહેરના અંબર ચોકડી પાસે ACB ની ટ્રેપ બને આવી ગયા અને મામલો સામે આવ્યો. લાંચની રકમ પણ રૂપિયા એક હજારની હોવાની વિગતો સામે આવે છે.
વાત લાંચની રકમની કે કેટલા પૈસા સામેલ છે તેની નથી કરપ્શન હમેંશા પોઝિશન પ્રમાણે થાય છે. વાત છે આ સડો સિસ્ટમમાં ઘર કરી જવાની. અને સિસ્ટમ પણ કઇ પોલીસ સિસ્ટમ, કોઇ મારે છે, કોઇ લૂંટે છે, કોઇ પૈસા બનાવે છે…એક બે પકડાય છે અને પાછા થોડા ટાઇમમાં સિસ્ટમા જોડાઇ જાય છે. આવુ કેમ અને ક્યાં સુઘી તે સવાલ છે અને વર્ષોથી જેમનો તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
