Sabarkantha News/ 9 દિવસના બાળકનો વેપાર, પિતા સહિત 5 ઝડપાયા

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં નવજાત બાળકની ખરીદી-વેચાણ(Trafficking)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 9 દિવસના બાળકને તેના જ પિતાએ રૂપિયા 2 લાખમાં અમદાવાદના એક વ્યક્તિને વેચી દીધો હતો. આ મામલે હિંમતનગર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ તાત્કાલિક કાર્યવાહી કરીને પિતા સહિત કુલ 5 આરોપીઓને ઝડપી (Arrested)પાડ્યા છે. બાળકની ખરીદી-વેચાણ(Trafficking) ગુપ્ત બાતમીથી બહાર […]

Gujarat Others
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં નવજાત બાળકની ખરીદી-વેચાણ(Trafficking)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં નવજાત બાળકની ખરીદી-વેચાણ(Trafficking)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 9 દિવસના બાળકને તેના જ પિતાએ રૂપિયા 2 લાખમાં અમદાવાદના એક વ્યક્તિને વેચી દીધો હતો. આ મામલે હિંમતનગર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ તાત્કાલિક કાર્યવાહી કરીને પિતા સહિત કુલ 5 આરોપીઓને ઝડપી (Arrested)પાડ્યા છે.

બાળકની ખરીદી-વેચાણ(Trafficking) ગુપ્ત બાતમીથી બહાર આવ્યું

AHTUને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખેડબ્રહ્માના પોણાઈ ગામના માલજી ઉર્ફે માલિયો ડાભી નામના શખસની સંડોવણી સામે આવી. પોલીસએ તેને ઝડપી પાડીને પૂછપરછ કરતાં સમગ્ર રેકેટનો ભેદ ખુલ્યો. માલજીએ કબૂલ્યું કે તેણે લગભગ 15 દિવસ પહેલા એક નવજાત બાળકને અમદાવાદના વ્યક્તિને રૂપિયા 2 લાખમાં વેચ્યો હતો.

પિતાએ જ પુત્રનો સોદો કર્યો

તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ ગરીબ પરિવારોને નિશાન બનાવી તેમને પૈસાની લાલચ આપતી હતી. આ કેસમાં બાળકના પિતા લક્ષ્મણ ડાભીને અંદાજે રૂપિયા 2.5 થી 2.75 લાખ મળવાની લાલચ અપાઈ હતી, જેના કારણે તેણે પોતાના જ પુત્રનો સોદો કરવા મંજૂરી આપી દીધી.

ઝડપાયેલા આરોપીઓ

પોલીસે આ મામલે કુલ 5 લોકોને ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર, બે એજન્ટ, બાળકનો પિતા અને બાળક ખરીદનારનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ અગાઉ પણ આવા બે કિસ્સામાં સંડોવાયેલું હતું.

બાળક સુરક્ષિત, સારવાર હેઠળ

પોલીસે બાળકને સુરક્ષિત રીતે રિકવર કરી લીધો છે. હાલ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસ સુરક્ષા હેઠળ સારવાર માટે રાખવામાં આવ્યો છે.

કાયદેસરની કાર્યવાહી

આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, જેથી આ રેકેટના અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચી શકાય.

પોલીસ પૂછપરછમાં મુખ્ય આરોપી માલજીએ કહ્યું હતું કે, તેણે આ અગાઉ પણ બે બાળકનું વેચાણ કર્યું હતું. આ રેકેટમાં જે લોકોને સંતાનની જરૂર હોય તેમને શોધીને આ ટોળકી ગરીબ લોકો પાસેથી બાળકો મેળવી લે-વેચનું નેટવર્ક ચલાવતી હતી.

રેકેટમાં ઝડપાયેલા આરોપીઓ

  1. માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી (મુખ્ય આરોપી): રહે. પોણાઈ, ખેડબ્રહ્મા.
  2. સુવન ઉર્ફે સોવમ નાનજીભાઈ ડાભી (એજન્ટ): રહે. દિગ્ધલી, ખેડબ્રહ્મા.
  3. દેવજી ઉર્ફે દેવાભાઈ ગલાભાઈ પારધી (એજન્ટ): રહે. ઉદેપુર, રાજસ્થાન.
  4. લક્ષ્મણ અનાભાઈ ડાભી (બાળકના પિતા): રહે. મેડી ગામ, રાજસ્થાન.
  5. પ્રમોદ રાજારામ રાજવંશી (બાળક ખરીદનાર): રહે. મોટેરા, અમદાવાદ

આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ખાસ કરીને પછાત વિસ્તારોમાં ચાલતા આવા ગેરકાયદેસર રેકેટ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો : બનાસકાંઠામાં વેપારીનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં ઈસમોને પકડી પાડ્યા

આ પણ વાંચો : વિદેશમાં સંબંધ બાંધ્યા બાદ યુવતી બની હતી ગર્ભવતી, બાળકનો જન્મ થતાં જ 10મા માળેથી નીચે ફેંક્યું

આ પણ વાંચો : ખુલ્લી ગટરમાં ખાબકેલ 2 વર્ષીય બાળકનું મૃત્યું નીપજ્યું, મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયો