Lifestyle: મધમાખીનો ડંખ સામાન્ય રીતે હળવો જ હોય છે અને એના ઉપાયો ઘરે જ કરી શકાય છે, પણ કેટલાક કિસ્સાઓમાં એ જીવલેણ (Bee Sting Fatal) પણ સાબિત થઇ શકે છે. વિશેષ કરીને, એલર્જી ધરાવતા લોકોએ વધુ ધ્યાન આપવું અને જ્યારે પણ પીડાનો વધુ અહેસાસ થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.
મધમાખીનું મધ જેટલું મીઠું હોય છે એટલો જ એનો ડંખ ધારદાર હોય છે અને એ તો જેને મધમાખીએ ડંખ માર્યો હોય એનું મન જ જાણે!! એની પીડા ઘણીવાર અતિશય તીવ્ર બની જાય છે અને વ્યક્તિને હેરાન-પરેશાન કરી મૂકે છે. આમ તો થોડી વાર પછી ઘરગથ્થું ઉપચારોથી સારું લાગવા લાગે છે પણ અમુક કિસ્સાઓમાં એ જોખમી પણ સાબિત થઇ શકે છે!
મધમાખીનો ડંખ ઘણો જ સામાન્ય હોય છે પણ મધમાખીઓ ક્યારેક-ક્યારેક તો માનવીઓ માટે જીવના જોખમનું કારણ પણ બની શકે છે. મોટા ભાગે તો મધમાખીનો ડંખ વાગે ત્યારે હળવી પીડા, બળતરા અને સોજો (Pain, Inflammation and Swelling) આવે છે, જે કેટલાક સમય બાદ ઠીક થઇ જાય છે. આથી ઘણા લોકો એને ગંભીરતાપૂર્વક નથી લેતા, પણ જો તમને વધારે પડતી બેચેની મહેસૂસ થાય તો તમારે આ લક્ષણોને જરા પણ અવગણવા ન જોઇએ! ઘણા કિસ્સાઓમાં એનો ડંખ ઝેર ફેલાવી શકે છે. આથી એ જાણવું અત્યંત જરુરી છે કે, જો મધમાખી ડંખ મારે કે બાઇટ (Bite) કરે તો એ ક્યારે જોખમી ગણાય અને એને બચવા માટે શું કરવું જોઇએ? અહિં તમને જણાવીશું કે, આ ખતરનાક લક્ષણો કયા-કયા હોઇ શકે?

મધમાખીના ડંખ સાથે જોડાયેલા તથ્યો
1. સામાન્ય રીતે, મધમાખીના ડંખથી હળવી અથવા તીવ્ર પીડા અને સોજો ઉદ્ભવે છે, જે સમય જતાં ઠીક થઇ જાય છે.
2. કેટલાક કિસ્સાઓમાં, મધમાખીના ડંખ એક ગંભીર એલર્જી (Allergy) પ્રતિક્રિયાઓ અથવા તો જીવલેણ લક્ષણોનું કારણ બની શકે છે.
3. ગળા, મોં અથવા તો આંખોની આસપાસ ડંખ લાગવાથી સોજો વધી શકે છે, વિશેષ કરીને બાળકો, વડીલો અથવા તો નબળી રોગપ્રતિકારક શક્તિ (Weak Immunity) ધરાવનારી વ્યક્તિઓને આની વધારે અસર થાય છે.
ખતરનાક ડંખના લક્ષણો
મધમાખીના દંશથી શરીરમાં ઝેર (Poison) સરળતાથી ફેલાઇ જાય છે અને એનાથી હળવો સોજો અને પીડા થાય છે પરંતુ, આ પરિસ્થિતિઓમાં જોખમ વધી જાય છે.
1. જો કોઇ વ્યક્તિને અગાઉથી જ કોઇ એલર્જી હોય તો જોખમ વધી શકે છે.
2. એક સાથે અનેક મધમાખીઓ હુમલો કરે તો જોખમ વધી શકે છે.
3. ડંખ જો ગળા, મોં અથવા આંખોની આસપાસ હોય તો સોજો વધારે આવી શકે છે.
4. બાળકો, વડીલો અને નબળી ઇમ્યૂનિટી ધરાવનારાઓ માટે આ જોખમ વધી શકે છે.

શા છે જીવલેણ લક્ષણો? (Fatal Symptoms)
જો મધમાખી ડંખ મારે અને પછી આ લક્ષણો જણાય તો આ એક ગંભીર સ્થિતિ હોઈ શકે છે.
1. શ્વાસ લેવામાં મુશ્કેલી (Breathing Problem) અથવા તો ગૂંગળામણ થવી.
2. હોઠ અથવા ગળામાં તીવ્ર સોજો આવવો.
3. તીવ્ર પણે ચક્કર આવવા અથવા તો બેભાન થઇ જવું.
4. હૃદયના ધબકારા (Heartbeats) ઝડપી થઇ જવા.
5. આખા શરીર પર ખંજવાળ કે ચકામા (Rashes) થઇ જવા.
6. ઊલટી થવી કે ગભરામણ થવી.

તરત જ શું કરશો? તત્કાળ ઉપાયો (Bee Sting Upay)
ડંખને નખ અથવા તો કોઇ કાર્ડની મદદથી ધીમે-ધીમે બહાર કાઢવો. પિન કે ચિપિયાની મદદથી દબાવીને કાઢવાથી ઝેર વધારે ફેલાઇ શકે છે. સોજા અને પીડા ઓછી કરવા માટે વરફ કે ઠંડા પાણીની પટ્ટીઓ મૂકવી. હળવી એલર્જી થયેલી જણાય તો ડૉક્ટરની સલાહથી એન્ટિએલર્જીક દવાઓ લઇ શકાય છે.
ડંખ વાળી જગ્યા પર બેકિંગ સોડાની પેસ્ટ અથવા મધ (Baking Soda & Honey) લગાવવાથી બળતરા ઓછી થઇ શકે છે અને તમને ઝડપથી રાહત મળી શકે છે.
આટલા કામ જરાય ન કરવા
1. ડંખ વાળી જગ્યાએ વારંવાર ખંજવાળવું નહિં.
2. ગંદા હાથે અડવાથી ઇન્ફેક્શન (Infection) થઇ શકે છે.
3. ઘરગથ્થુ ઉપચારો પર વધુપડતો ભરોસો કરીને ડૉક્ટરની સલાહ લેવામાં કે ઇલાજ કરવામાં વિલંબ ન કરવો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો:
આ પણ વાંચો: દરરોજ એક સંતરુ ખાઓ, ઇમ્યુનિટી વધારો, આ છે વિટામિન સી નું પાવર હાઉસ….!!
