Vadodara News : વડોદરાના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવતી ઘટના સામે આવી છે. વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી હવે કોંગ્રેસ(Congress) સાથે જોડાયા છે. અગાઉ તેઓ Bharatiya Janata Partyમાં હતા, પરંતુ હરણી બોટકાંડના પીડિતોના ન્યાય માટે અવાજ ઉઠાવતા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આશિષ જોષીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીની હાજરીમાં કોંગ્રેસમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો.

આ પ્રસંગે વડોદરાના રાજકારણમાં વધુ ગરમાવો ત્યારે આવ્યો, જ્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પુત્રી દીપા શ્રીવાસ્તવએ પણ કોંગ્રેસમાં જોડાયા.
આ જોડાણોથી વડોદરાના સ્થાનિક રાજકીય સમીકરણોમાં નવી ચહલપહલ જોવા મળી રહી છે અને આવનારા સમયમાં તેની અસર સ્પષ્ટ દેખાઈ શકે છે.
