બોટાદ નગરપાલિકા દ્વારા શહેર માં ગેરકાયદેસર બે શોપિંગ સેંટરને સીલ કરવામાં આવ્યા છે. બે શોપિંગ માં અંદાજે 35 જેટલી દુકાનો સિલ મારવામાં આવી છે. નગરપાલિકા દ્વારા શોપિંગ ને સિલ મારતા બિલ્ડર લોબીમાં માં રોષ જોવા મળી રહ્યો છે.
બિલ્ડર લોબી દ્વારા ચીફઓફિસર વ્હાલા દવલા ની નીતિ થી કામ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે સરથે આરોપ મૂકવામાં આવ્યા છે કે, ચીફ ઓફિસર એક થી બે લાખ આપો તો જ કામ કરે છે. શહેર માં અનેક શોપિંગો ગેરકાયદેસર રીતે આવેલા છે. તે તમામ શોપિંગ ઉપર કેમ કાયદાની કલમ ચલાવવામાં નથી આવી રહી..?
આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યુ હતું કે, આગામી દિવસો માં તમામ ગેર કાયદેસર બિલ્ડીંગો પર કાર્યવાહી કરવામાં આવશે.
ચીફ ઓફિસર ની કામગીરીથી બિલ્ડર લોબી માં રોષ ભરેયેલો જોવા મળી રહ્યો છે. સિલ મારવાની કામગીરી સામે બિલ્ડર લોબી કોર્ટ માં જવાનું નિવેદન અપાયું છે. આ સીલ મારવાની ઘટના ને લઈને શહેરમાં ઉકળેલા ચારુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઈને બોટાદમાં ચાંપતો પોલીસ નો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
