ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની થયેલી હત્યાને લઈ ખળભળાટ મચી ગયો હતો. ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યાને લઈ ઝાલોદ શહેરમાં સ્થાનિકો દ્વારા સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું હતું અને યોગ્ય તપાસની માંગ કરાઈ હતી. બીજી બાજુ ભાજપના કાઉન્સિલરની હત્યા કોઈ રાજકીય અદાવતમાં થઇ હોવાનો મૃતકના પુત્રએ આરોપ લગાવ્યો હતા. તમામ ઉહાપા બાદ પોલીસે CCTV અને FSLની મદદથી તપાસ હાથ ધરી હતી. બાદમાં આ કેસમાં ગુજરાત ATSએ પણ ઝુકાવ્યું હતું. તો સાથે સાથે ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી દ્વારા કેસમાં સઘન તપાસના આદેશો પણ છુટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઝાલોદ નગરપાલીકાનાં પ્રમુખ પદની ચૂંટણીમાં મૃતકની મહત્વની ભૂમિકા રહેલી હતી અને માટે જ રાજકીય અદાવતમાં હત્યા થયાનાં આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની થયેલી હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. MLA ભાવેશ કટારાના ભાઈના ઈશારે હત્યા થયાનો ખુલાસો સામે આવતા રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે. ગુજરાત ATSએ હરિયાણાથી એક આરોપીની આ હત્યા કેસમાં ધરપકડ કરી છે. આરોપી ઈમરાન ગુડાલાની ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની થયેલી હત્યા મામલે હરિયાણાથી ધરપકડ કરવમાં આવી છે. આપને જણાવી દઇએ કે, અગાઉ 6 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે.
ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલ હત્યા મામલો સંડોવાયેલા આરોપ ઈમરાન ઉર્ફે ઈમુ ગુડાલાની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હરિયાણાના મેવાતથી ધરપકડ કરાયેલા ઈમરાન ઉર્ફે ઈમુ ગુડાલાની હત્યા સમયે સ્થળ બતાવાની ભૂમિકા હોવાની વિગતો સામે આવી રહી છે. ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલ હત્યા મામલામાં પોલીસ સઘન તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં અનેક સનસની ખેજ ખુલાસા સામે આવે તેવું પ્રતિત થઇ રહ્યું છે.
જુઓ આ વીડિયો અહેવાલ પણ – Jhalod: હિરેન પટેલ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો |
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
