Not Set/ અમદાવાદ શહેર માં વાતાવરણમાં પલટો

બે દેશના PMના સ્વાગત અને રોડ શો માટે તમામ તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, ત્યાં જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા થતાં વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે. આવામાં તંત્રને તમામ તૈયારીઓ ધોવાઇ ન જાય તેવો પણ ડર છે. ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમી અને બફારો વધતાં ભાદરવામાં વૈશાખ […]

Gujarat

બે દેશના PMના સ્વાગત અને રોડ શો માટે તમામ તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, ત્યાં જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા થતાં વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે. આવામાં તંત્રને તમામ તૈયારીઓ ધોવાઇ ન જાય તેવો પણ ડર છે.

ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમી અને બફારો વધતાં ભાદરવામાં વૈશાખ જેવો માહોલ સર્જાયો છે.

સમગ્ર રાજ્યમાં અમદાવાદ 37.2 ડિગ્રી સાથે રાજ્યનું હોટેસ્ટ સિટી થયું હતું.આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમાં પણ 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે.
હાલ અમદાવાદ ના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આશા છે કે મોદીજી ના રોડશો માં બાંધારૂપ બને નહિ .