Kutch News: કચ્છ જિલ્લાના વિવિધ સરહદી ગામડાઓની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્ય (Gujarat)ના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ દેવી ક્ચ્છ ધણિયાણી મા આશાપુરા (Ma Ashapura)ના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી.

માતાના મઢમાં હર્ષ સંઘવીએ શીશ ઝુકાવ્યું
દેશદેવી મા આશાપુરા માતાના મઢ (Mata no Madh) મંદિરે શીશ ઝુકાવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત કચ્છની મુલાકાતે

કચ્છ જિલ્લા (Kutch District)ના વિવિધ સરહદી ગામડાઓની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ દેવી ક્ચ્છ ધણિયાણી મા આશાપુરાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ કચ્છના માતાના મઢ મંદિરે શીશ ઝુકાવીને ગુજરાતની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નાયબ મુખ્યમંત્રી (Deputy CM) બન્યા બાદ પ્રથમ વખત કચ્છ પધારેલા હર્ષ સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા (Pradhyumn Singh Jadeja), જાગીરના ટ્રસ્ટીઓ, બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ઓલપાડના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવતા હર્ષ સંઘવી…
આ પણ વાંચો: હર્ષ સંઘવીને ગાંધીનગર-વડોદરા તો મોઢવાડિયાને જામનગર જિલ્લાનો હવાલો: રીવાબાને બોટાદની જવાબદારી
આ પણ વાંચો: વેડંચા મોડેલ: ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટ…ગ્રામીણ વિકાસનું એક ઝળહળતું રત્ન..!
