Gujarat News/ હર્ષ સંઘવીને ગાંધીનગર-વડોદરા તો મોઢવાડિયાને જામનગર જિલ્લાનો હવાલો: રીવાબાને બોટાદની જવાબદારી

2025માં દાદા સહિતની 26ની ટીમ 2027ની વિધાનસભા ચૂંટણી માટે બનાવાઈ છે

Gujarat Top Stories

Gujarat News : ગુજરાત સરકારના મંત્રીમંડળનું રિસફલીંગ કરાયા બાદ તમામ મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 9 મંત્રીઓને બબ્બે જિલ્લાની, 10 મંત્રીઓને એકેક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

વિજય રૂપાણીની ગેરહાજરીમાં સરકારના નવા મંત્રીમંડળમાં પણ સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે. 2027 વિધાનસભા ચૂંટણી અને નવી મનપાની આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9 મંત્રી હતા. આ વખતે તેમની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 મંત્રીને બનાવવામાં આવ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીઓની સરેરાશ ઉંમર, સંપત્તિ, ઝોનવાઈઝ પ્રતિનિધિત્વ અને જ્ઞાતિ-જાતિનાં ફેક્ટરની તમામ માહિતી, જે તમે જાણવા માગો છો​​​​​​ગત 13 ઓક્ટોબરે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી PMને મળવા દિલ્હી દોડી ગયા હતા.

મંત્રી મંડળનું વિસ્તરણ આ સાથે જ નિશ્ચિત થઈ ચૂક્યું હતું. ત્યાર બાદ સરકાર અને સંગઠનમાં ત્રણ દિવસ સુધી વિસ્તરણને લઈ સતત દોડધામ જોવા મળી હતી. જેને પગલે કે કોનું પત્તું કપાશે અને કોણ રિપીટ થશે તેની સતત આતુરતા હતી આ આતુરતાનો અંત આવી ગયો અને નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ.

2025માં દાદા સહિતની 26ની ટીમ 2027ની વિધાનસભા ચૂંટણી માટે બનાવાઈ છે. આમ 040 દિવસે 12 ડિસે.2022માં બનેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થઈ ગયું છે. 12 જિલ્લામાંથી આ મંત્રી મંડળમાં કોઈને મંત્રી બનાવવામાં આવ્યા નથી.​​​​​​​


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહીસાગરનાં લુણાવાડામાં આમચૂરનો ભાવ ગગડ્યો, ખેડૂતોને રડવાનો વારો આવ્યો

આ પણ વાંચો:મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત

આ પણ વાંચો:મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા