Tapi News/ વ્યારા નગરપાલિકામાં કરોડોનો ભ્રષ્ટાચાર? અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

વ્યારાની મુલાકાતે આવેલા અમિત ચાવડા (Amit Chavda) એ એસટી નિગમની જમીનમાં દુકાનો બનાવી વેચી દેવા બદલ નગરપાલિકા અને ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.

Gujarat Others Trending
Amit Chavda Vyara Visit

Amit Chavda Vyara Visit: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વ્યારાની મુલાકાત દરમિયાન ભાજપ સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. મીડિયાને સંબોધતા ચાવડાએ જણાવ્યું હતું કે, જનતાના ટેક્સના પૈસા લૂંટીને ભાજપના નેતાઓએ પોતાની તિજોરીઓ ભરી દીધી છે.

એસટી નિગમની જમીનમાં મોટું કૌભાંડ: Amit Chavda

અમિત ચાવડાએ વ્યારા નગરપાલિકા (Nagarpalika) માં થયેલા ભ્રષ્ટાચાર અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, એસટી નિગમની માલિકીની જે જગ્યા હતી, ત્યાં નગરપાલિકાએ ગેરકાયદેસર રીતે દુકાનો બનાવીને વેચી દીધી છે. નગરપાલિકાના લોકો મોટા પ્રમાણમાં ટેક્સ ભરે છે, તેમ છતાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નસીબ થતું નથી.

બિસમાર રસ્તા અને દારૂના હપ્તાખોરીના આક્ષેપ

રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે, કોન્ટ્રાક્ટર અને ભાજપના નેતાઓની મિલીભગતને કારણે નેશનલ હાઇવે હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં છે અને રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને સરકારની મિલીભગતથી જિલ્લામાં કરોડો રૂપિયાના હપ્તા લેવાય છે, જેના કારણે બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, આદિવાસી સમાજ આજે પણ પોતાના જળ, જંગલ અને જમીનના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ સરકાર સતત તેમની અવગણના કરી રહી છે.

‘જનાક્રોશ યાત્રા’ લાવશે ક્રાંતિ

અમિત ચાવડાએ અંતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવનારી ‘જનાક્રોશ યાત્રા’ આગામી દિવસોમાં ગુજરાતમાં નવી ક્રાંતિ લાવશે અને ભાજપના શાસન સામે જનતાનો અવાજ બુલંદ કરશે.


આ પણ વાંચો:  ખેડૂતને સહાય કે રાહત પેકેજની લોલીપોપ નહીં ચાલે

આ પણ વાંચો:  નવસારીમાં પીવાના પાણીનો કકળાટ, જલ મંત્રી પાટિલ છતાં જનતાના વલખાં—અમિત ચાવડા

આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!