Junagadh News/ ગીરનારની લીલીપરિક્રમા બંધ રહેતા પર્યટન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા

પ્રવાસીઓ હાલ જુનાગઢ શહેરના ગિરનાર પર્વત ઉપરકોટ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સહિતના સ્થળો પર ઉમટી રહ્યા છે

Gujarat Others

Junagadh News : જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે બંધ રાખવામાં આવી હોય દૂર દૂરથી આવી રહેલા પ્રવાસીઓ હાલ જુનાગઢ શહેરના ગિરનાર પર્વત ઉપરકોટ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સહિતના સ્થળો પર ઉમટી રહ્યા છે.

પ્રવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે લોકો ગિરનારની પરિક્રમા નથી કરી શકતા તેનું અમને દુઃખ છે પરંતુ આપણો ઇતિહાસ ઉજાગર કરતો અને આપણી વિરાસતને જાળવી રાખતા આપણા પ્રાચીન સ્થળોની મુલાકાત લઈને અમને ઘણો જ આનંદ આવી રહ્યો છે.

અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે પોતાના બાળકો સાથે અહીંયા આવીને જૂનાગઢના ગિરનાર પર્વત ઉપરકોટ સહિતને જોવું જોઈએ અને જાણવું પણ જોઈએ જેથી આપણા નોલેજમાં ઘણો જ વધારો થાય છે આપણે ગિરનારની પરિક્રમા ન કરી શકીએ તો કંઈ નહીં પરંતુ ગિરનારની યાત્રા કરીએ તો પણ પરિક્રમા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે અને ગઈકાલે સાધુ-સંતોએ પણ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ તેનું તમામ પુણ્ય પરિક્રમા આવવા માંગતા તેમજ ઘરે રહેલા તમામ શ્રદ્ધાળુઓને અર્પણ કર્યું છે. ત્યારે સાધુ સંતો તેમજ વહીવટી તંત્રની અપીલને આપણા ધ્યાનમાં રાખીને ઘરેથી જ ભગવાનનું ભજન કરવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી હાઈકોર્ટ “અમે દેશ અને રાજ્યોની સરહદો નક્કી નથી કરતા”, હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા મામલાની કોર્ટે અરજી ફગાવી

આ પણ વાંચો:કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચો:અભિનેતા અનિલ કપૂરને દિલ્હી હાઈકોર્ટ તરફથી મળી રાહત, જાણો શું છે મામલો