હિંમતનગર (himmatnagar) શહેરમાં ATS ચાર્ટર અંતર્ગત પોલીસ દ્વારા હાથ ધરાયેલી ખાસ કામગીરી દરમિયાન બિનઅધિકૃત રીતે વેચાણ માટે રાખવામાં આવેલ બીડી અને તમાકુવાળી સિગારેટનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર તમાકુ વેપાર સામે કડક સંદેશો મળ્યો છે.


તપાસ દરમિયાન મકાનમાંથી મોટી માત્રામાં બિનઅધિકૃત બીડી, તમાકુ અને સિગારેટ મળી આવી હતી. પોલીસે તમામ સામાન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ATS ચાર્ટર અંતર્ગત જિલ્લામાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
આ પણ વાંચો:સરથાણામાંથી નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઇ, બ્રાન્ડેડ વસ્તુઓનો નકલી જથ્થો ઝડપાયો
આ પણ વાંચો:તબેલાનું શુદ્ધ ‘ઘી’ કહી ઝેર વેચાતું હતું: સુરતમાં 319 કિલો નકલી ઘી જપ્ત
આ પણ વાંચો:સુરતમાં ફરી વાર નકલીનો કારોબાર, નકલી કોસ્મેટિક ક્રીમ બનાવતું કારખાનું ઝડપાયું
