ભાવનગર/ મહુવામાં પાકની રક્ષા બની જીવલેણ, વીજ કરંટ ખેડૂતનું કમકમાટીભર્યું મોત

મહુવા તાલુકાના નાના આસરાણા ગામના ખેડૂત બાબભાઈ ભીમાભાઇ નકુમની વાડીએ પાકની સુરક્ષા માટે વાડી ફરતે વીજ કરંટ મુકેલો….

Gujarat Others
વીજ કરંટ

મહુવા તાલુકાનાં નાના આસરાણા ગામના ખેડૂત બાબભાઈ ભીમાભાઇ નકુમની વાડીએ પાકની સુરક્ષા માટે વાડી ફરતે મુકેલો  વીજ કરંટ લાગતા તેમની જ વાડીમાં ભાગથી કામ કરવા આવેલા બિલડી ગામના શ્રમિક જીવનભાઈ આતુભાઈ બારૈયાનું 40 વર્ષની ઉમરે મૃત્યુ થયું હતું. જેની જાણ મોટા ખુંટવડા પોલીસને થતા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાના આસરાણા ખાતે મજુરી કરી ગુજરાન ચલાવતા યુવાનને વીજ કરંટ લાગતા કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

કુદરતે કોના નસીબમાં શું લખ્યું છે, તે આજ સુધી કોઈ ભાખી શક્યું નથી. તેમાં પણ ઘણીવાર એવી ઘટના બનતી હોય છે, જેમાં હજુ જેમની આશા છે કે પોતાના દિકરાને ઉચ્ચ કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને દિકરો ભણી ગણીને મોટો થાય તો તેને પરણાવવાની આશા હોય એ તમામ આશાઓ સાથે દેહ છોડી દેય ત્યારે પરિવાર પર જાણે આભ તૂટી પડતો હોય છે. તેમાં પણ જયારે પરિવારના મુખ્ય મોભીનું મોત થાય અને એ દુનિયા છોડીને જાય ત્યારે પરિવાર ઘેરા આઘાતમાં સારી પડતો હોય છે.

આવી જ કંઈક ઘટના મહુવા તાલુકાના નાના આસરાણા ગામના ખેડૂત બાબભાઈ ભીમાભાઇ નકુમની વાડીએ પાકની સુરક્ષા માટે વાડી ફરતે વીજ કરંટ મુકેલો હોય અને તેમની જ વાડીમાં ભાગ્યા તરીકે કામ કરવા આવેલા બિલડી ગામના મજુર પરીવારના મુખ્ય મોભી જીવનભાઈ આતુભાઈ બારૈયા ઉ.વ.40 ને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું ઘટનાની જાણ મોટા ખુંટવડા પોલીસ ને થતા અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :હોળી ધૂળેટીને લઈને મહત્વનો નિર્ણય, અમદાવાદની આ ક્લબોમાં આ વર્ષે પણ નહીં થાય ઉજવણી

આ પણ વાંચો : હોળી સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી, અમદાવાદ સહિત 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર

આ પણ વાંચો : ગીર પંથકમાં આગની ઘટના યથાવત, 50 વીઘાથી વધુ ઘંઉ બળીને રાખ

આ પણ વાંચો :વડોદરામાં મહિલા ચોરની અટકાયત, પોલીસે મહિલાના CCTV ફૂટેજ કર્યા જાહેર