Patan News/ પાટણના મેલુસનમાં આરોગ્ય સબ સેન્ટર બંધ, દર્દીઓ રઝળી પડ્યા

પાટણ (Patan) જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસન ગામમાં આરોગ્ય સબ સેન્ટર બંધ હાલતમાં મળતા દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ આરોગ્ય સેવાઓ ખોરવાતા રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો છે.

Gujarat Others
Patan health sub center

Patan: પાટણ (Patan) જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસન ગામમાં આવેલા આરોગ્ય સબ સેન્ટર લાંબા સમયથી બંધ હાલતમાં મળતા સ્થાનિક લોકો અને આસપાસના ગામોના દર્દીઓ માટે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. આરોગ્ય સબ સેન્ટર બંધ હોવાને કારણે દર્દીઓને તાત્કાલિક સારવાર મળતી નથી અને તેમને અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અથવા ખાનગી દવાખાનાઓમાં જવું પડે છે.

ગર્ભવતી મહિલાઓ, બાળકો, વૃદ્ધોને હેરાન ગતી

આ સબ સેન્ટર પાંચથી વધુ ગામોને આરોગ્ય સેવાઓ પૂરી પાડતું હતું. પરંતુ તાજેતરમાં તે બંધ હાલતમાં મળતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સેન્ટર પર મોટા તાળા લગાવેલા જોવા મળ્યા, જેના કારણે ગર્ભવતી મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને સામાન્ય દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનોનું કહેવું છે કે સબ સેન્ટર બંધ હોવાથી નાનામોટા રોગ માટે પણ લોકોને ખાનગી દવાખાનામાં દવા લેવા મજબૂર થવું પડે છે, જેના કારણે તેમને આર્થિક બોજ પણ વધ્યો છે. સરકારી આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે બનાવવામાં આવેલા સબ સેન્ટર બંધ રહેતા લોકોમાં અસંતોષ ફેલાયો છે.

rural healthcare India
rural healthcare India

પાટણમાં (Patan) સબ સેન્ટર સામે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો

રોષે ભરાયેલા ગ્રામજનોએ સબ સેન્ટર સામે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો અને તંત્રને રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી છે કે તાત્કાલિક આરોગ્ય સ્ટાફની નિમણૂક કરવામાં આવે અને સબ સેન્ટર ફરી કાર્યરત કરવામાં આવે જેથી ગામ અને આસપાસના વિસ્તારોના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી શકે.

વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે મુશ્કેલી

સ્થાનિક લોકોનું કહેવું છે કે સબ સેન્ટર કાર્યરત રહે તો બાળકોનું રસીકરણ, ગર્ભાવસ્થાની તપાસ, સામાન્ય રોગોની સારવાર અને આરોગ્ય માર્ગદર્શન જેવી સેવાઓ સરળતાથી મળી શકે. પરંતુ હાલની સ્થિતિમાં દર્દીઓને અન્ય ગામના PHC સુધી જવું પડે છે, જે ખાસ કરીને વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે મુશ્કેલ બની રહ્યું છે.

ગ્રામજનોએ આરોગ્ય વિભાગ અને જિલ્લા પ્રશાસનને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે. જો વહેલી તકે સબ સેન્ટર શરૂ નહીં થાય તો વધુ કડક વિરોધ કરવાની ચીમકી પણ આપી છે.


આ પણ વાંચો:અમરેલી જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર, 8 ઉપપ્રમુખ અને 3 મહામંત્રી સહિતના હોદ્દેદારોની વરણી

આ પણ વાંચો:નોકરીના પહેલા દિવસે મોત, વડોદરામાં થારની ટક્કરે યુવકનું મોત

આ પણ વાંચો:ગુજરાતમાં ઉનાળાના વહેલા એંધાણ! અમદાવાદ સહિત 7 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર