Rajkot News/ રાજકોટ FRCમાં લોલમલોલ,અનેક શાળાઓને વધારી બારોબાર ફી

સૌરાષ્ટ્ર ઝોન FRC, જે રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદની ખાનગી શાળાઓની ફી નિયંત્રિત કરે છે.

Top Stories Gujarat Rajkot

Rajkot News:રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોન ફી નિયમન સમિતિ (FRC)ની કામગીરીમાં ગંભીર ખામીઓ સામે આવી છે, જેના કારણે લગભગ 5,000 ખેંનગી શાળાઓની ફી નિયંત્રણ વિના ચાલી રહી છે. આશ્ચર્યજનક રીતે FRCના ચેરમેનની નિમણૂક છેલ્લા પાંચ મહિનાથી થઈ નથી, જેના પરિણામે 600થી વધુ શાળાઓની ફી નક્કી થઈ શકી નથી.ઘણી શાળાઓએ FRCની મંજૂરી વિના જ ફીમાં બારોબાર વધારો કરી દીધો છે,જેનો બોજ 2 લાખથી વધુ વાલીઓ ઉઠાવી રહ્યા છે. આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રે નિયમનની ખામીઓ અને વાલીઓની મુશ્કેલીઓને ઉજાગર કરી છે.

સૌરાષ્ટ્ર ઝોન FRC, જે રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદની ખાનગી શાળાઓની ફી નિયંત્રિત કરે છે, તે 31 જાન્યુઆરી, 2025થી ચેરમેન વિના કાર્યરત છે. તત્કાલીન ચેરમેન પી.જે. અગ્રાવતના રાજીનામા બાદ નવા ચેરમેનની નિમણૂક માટે હાઈકોર્ટના નિવૃત્ત જજ (62 વર્ષથી ઓછી ઉંમરના)ની પસંદગી જરૂરી છે, પરંતુ આ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.

હાલની સમિતિમાં શિક્ષણવિદ મુકુંદરાય મહેતા, સંચાલક પ્રતિનિધિ પ્રભુભાઈ સિંધવ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાર્દિક વ્યાસ અને સિવિલ એન્જિનિયર પ્રવીણ વસાણીયા કાર્યરત છે, જેમને મીટિંગ દીઠ 3,500 રૂપિયાનું માનદ વેતન મળે છે. જોકે, ચેરમેનની ગેરહાજરીમાં સમિતિ ફી નિર્ધારણના નિર્ણયો લઈ શકતી નથી, જેના કારણે 2025-26ના શૈક્ષણિક સત્ર માટે 5,200 શાળાઓની ફી વધારાની અરજીઓ પેન્ડિંગ પડી છે.

ચેરમેનની નિમણૂકના અભાવે FRCની નિષ્ક્રિયતાનો લાભ લઈને ઘણી ખાનગી શાળાઓએ મનસ્વી રીતે ફીમાં વધારો કર્યો છે. કેટલીક શાળાઓએ “વધારાની સુવિધાઓ”ના નામે 7,000થી 30,000 રૂપિયા સુધીનો ફી વધારો ઝીંકી દીધો છે, જેનો કોઈ નિયમન થયું નથી. આનાથી વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે, અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

2017માં ગુજરાત સ્વ-નિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ હેઠળ FRCની રચના થઈ ત્યારે ફી 15,000-30,000 રૂપિયાની આસપાસ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, હવે નિયંત્રણના અભાવે શાળાઓ મનમાની રીતે ફી વધારી રહી છે, જેની સામે વાલીઓનો રોષ વધી રહ્યો છે.

વાલીઓની હાલતFRCની નિષ્ક્રિયતાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓના લગભગ 2 લાખ વાલીઓ પરેશાન છે. એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું, “મારી દીકરીની ફી આ વર્ષે 7,000 રૂપિયા વધી ગઈ છે, અને શાળાએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. FRCમાં રજૂઆત કરવા ગયા, પણ ત્યાં કોઈ નિર્ણય લેવાતો નથી. ”વાલીઓનું કહેવું છે કે FRCની નિષ્ક્રિયતા શાળાઓની મનમાનીને પ્રોત્સાહન આપી રહી છે. કેટલીક શાળાઓએ FRCની મંજૂરી વિના ફી વધારી દીધી છે, અને વાલીઓ પાસે ફરિયાદ સિવાય કોઈ વિકલ્પ નથી.

જોકે, હાલની સ્થિતિમાં ચેરમેનની ગેરહાજરીએ FRCની કામગીરીને ઠપ્પ કરી દીધી છે, અને શાળાઓની ફી નિયંત્રણ વિના ચાલી રહી છે.સરકાર પર સવાલોFRCની નિષ્ક્રિયતાએ સરકારની નીતિઓ અને શિક્ષણ ક્ષેત્રે નિયમનની પ્રતિબદ્ધતા પર સવાલો ઉભા કર્યા છે. વાલીઓ અને શિક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે ચેરમેનની નિમણૂકમાં વિલંબ ન કરવો જોઈએ અને ફી નિયંત્રણ માટે કડક પગલાં લેવા જોઈએ. કેટલાક નિષ્ણાતોનું સૂચન છે કે સરકારે દર વર્ષે મોંઘવારી દરના આધારે ફી વધારાની મર્યાદા નક્કી કરવી જોઈએ, જેથી શાળાઓને FRC સમક્ષ દર વર્ષે અરજી કરવી ન પડે અને વાલીઓનો સમય અને પૈસાનો બગાડ ટળે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પોલીસકર્મીઓ વચ્ચે પ્રેમ પ્રકરણથી બાખડ, સાયબર ક્રાઇમ કોન્સ્ટેબલ જીત પાઠક અને મહિલા પોલીસકર્મી ફરાર

આ પણ વાંચો:રાજકોટમાં વોકળાના લીધે લોકોને પલાયન થવાની ફરજ પડી

આ પણ વાંચો:રાજકોટના ધોજીમાં દારૂ પીવા મામલે મિત્રએ મિત્રની કરી હત્યા, પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો