Himmatnagar News: હિંમતનગરમાં ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બી ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ છે. કપડાનો વેપારી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો હતો. રોકડ રૂપિયા લઈ સોનું વેચવાનો તેના પર આરોપ છે. તેના પત્ની અને છોકરા ઉપાડી જવાની પણ તેને ધમકી આપવામાં આવી છે.
આ વ્યાજખોરોએ રૂ. 2,75,741 ઓનલાઇન ટ્રાન્ઝેકશનથી આપી રોકડ લીધી. તેની સામે વ્યાજખોરોએ તેની સામે 16.40 લાખ રૂપિયા લીધા અને પીડિતનું 16 તોલા સોનું પણ વેચાવ ડાવ્યું હતું. તેમા એક આરોપીએ તો માત્ર હજાર રૂપિયા આપી 68 હજાર રૂપિયા વસૂલ્યા હતા અને પત્ની તથા છોકરા ઉપાડી જવાની ધમકી આપી હતી. બી ડિવિઝન પોલીસે ત્રણેય વ્યાજખોર સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
હિમતનગરમાં નોંધાયેલા ત્રણેય ગુનાના ફરીયાદીઓની વાત સાંભળો તો કાનમાંથી કીડા ખરે એવી ગાળો તો સહન કરી જ છે, પરંતુ વ્યાજની રકમ મૂળ રકમ કરતા બમણા જ નહીં ત્રણ ગણા વસુલ કરી રહ્યા છે. એક કિસ્સામાં 10 હજારની રકમ સામે 33 હજાર રુપિયા વ્યાજ વસુલ કરી ચુક્યા છે. તો 35 હજાર સામે 54 હજાર રુપિયા વ્યાજ વસુલ કરીને પણ 2 લાખ રુપિયા રકમ હિસાબની બાકી હોવાનુ જણાવી ઉઘરાણી થઈ રહી છે. આવા કિસ્સાઓને લઈ એસપીએ સામે આવેલી ફરિયાદોમાં ગુના દાખલ કરાવી કાર્યવાહી કરાવી છે.
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા એક બહુરુપીયા પરિવારને વ્યાજખોરોનો ખૂબ ત્રાસ સહવો પડ્યો છે. દશુ નથ્થુ રબારી અને સુરજસિંહ ઉર્ફે સુરેશ દિલીપસિંહ પરમાર નામના બે શખ્શોએ વ્યાજની રકમની ઉઘરાણી કરવામા ત્રાસ ગુજારવામાં કોઈ કસર બાકી રાખી નથી.
આ પણ વાંચો: રાજકોટના વેપારીને વ્યાજખોરોની જાનથી મારી નાખવાની ધમકી
આ પણ વાંચો: છ લાખના ઉધાર સામે 27 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ કિડની વેચાવી
આ પણ વાંચો: કેબલ ના વાયરો નાખતો ઈસમ વ્યાજખોરી માં કરોડપતિ બન્યો
