Murder/ રાજકોટમાં હમીર રાઠોડનો આરોપી પોલીસ પકડથી દૂર, CCTVની તપાસ શરૂ

આંબેડકરનગરમાં ભોગ બનનાર હમીર રાઠોડને પડોશી……….

Gujarat
Image 12 રાજકોટમાં હમીર રાઠોડનો આરોપી પોલીસ પકડથી દૂર, CCTVની તપાસ શરૂ

Rajkot News: રાજકોટમાં માલવિયનગરમાં પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાને કારણે પોલીસ આવતાં તેને સમજાવવા ગયેલા યુવાનને પોલીસે ઉઠાવી લઈ ગઈ હતી બાદમાં માર મરાતા હમીર રાઠોડનું મોત થયાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. અનુસંધાને માલવિયનગર પોલીસે ASI અશ્વિન કાનગડ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપીના વતન જસાપુરમાં દરોડા પાડ્યા છે. આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. માલવિયનગર પોલીસ મથકના CCTV કબ્જે કરાયા છે.

આંબેડકરનગરમાં ભોગ બનનાર હમીર રાઠોડને પડોશી સાથે ઝઘડો થતાં પોલીસ તેને ઉઠાવી લઈ ગઈ હતી બાદમાં પરિવાર માલવિયનગર પોલીસ મથકે ગયા હતા. જ્યાં તેઓ અર્ધબેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારને હમીર રાઠોડને ઢોર માર મારવામાં આવ્યો છે તેવું જણાતાં તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબે હેમરેજ હોવાનું કહેતા પરિવારના સભ્યો રોષે ભરાઈ માલવિયનગર પોલીસમાં હત્યા કરવાના આરોપસર અજાણ્યા પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી.

બાદમાં ખાનગી હોસ્પિટલમાં હમિરભાઈ રાઠોડનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પરિવારજનોએ ASI અશ્વિન કાનગડની ધરપકડ કરવાની માંગણી કરી હતી. જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી ASI અશ્વિન કાનગડને પકડવા માટે ત્રણેક ટીમોને કામે લગાડવામાં આવી છે.  આ ઉપરાંત આ કેસમાં હત્યા અને એટ્રોસીટીની કલમ પણ ઉમેરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સી.આર.પાટીલ: વિજય મુહૂર્તનો સમય ચુકતા આવતીકાલે નામાંકન પત્ર ભરશે

આ પણ વાંચો:ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન

આ પણ વાંચો:વડોદરામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારમાં રોડ શો કરશે