Not Set/ સૌથી મોટી હોસ્પિટલમાં જ લીફ્ટ બંધ,જુઓ કેવી હાલત થઇ રહી છે દર્દીઓની

જામનગર જામનગરની સૌથી મોટી હોસ્પિટલ જી જી હોસ્પિટલમાં જ લીફ્ટ બંધ થઇ જવાને કારણે દર્દીઓની હાલત ગંભીર થઇ હતી.અહીં ફોટામાં જોવા મળે છે તેમ લીફ્ટ બંધ હોવાને કારણે દર્દીઓને વ્હીલચેરમાં બેસાડીને માળ ચડાવવામાં આવતા હતા. જી.જી. હોસ્પિટલની લિફટ ખુદ માંદગીના  બિછાને પડતા બિમાર દર્દીઓને હાલાકીમાં વધારો થયો છે અને દર્દીઓને વ્હીલચેરમાં પગથીયા ચડાવી ઉપર ચડાવવા પડી […]

Gujarat
jamnagar lift સૌથી મોટી હોસ્પિટલમાં જ લીફ્ટ બંધ,જુઓ કેવી હાલત થઇ રહી છે દર્દીઓની

જામનગર

જામનગરની સૌથી મોટી હોસ્પિટલ જી જી હોસ્પિટલમાં જ લીફ્ટ બંધ થઇ જવાને કારણે દર્દીઓની હાલત ગંભીર થઇ હતી.અહીં ફોટામાં જોવા મળે છે તેમ લીફ્ટ બંધ હોવાને કારણે દર્દીઓને વ્હીલચેરમાં બેસાડીને માળ ચડાવવામાં આવતા હતા.

જી.જી. હોસ્પિટલની લિફટ ખુદ માંદગીના  બિછાને પડતા બિમાર દર્દીઓને હાલાકીમાં વધારો થયો છે અને દર્દીઓને વ્હીલચેરમાં પગથીયા ચડાવી ઉપર ચડાવવા પડી રહ્યા છે જેના કારણે દર્દીઓ વધારે બિમારી પડી રહ્યા છે.

જામનગરમાં જી જી હોસ્પિટલની નવી ઇમારત બની રહી છે અને હવે તંત્ર દ્રારા જુના બિલ્ડીંગ તરફ દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે.

જી જી હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં ઓર્થોપેડિક, સર્જીકલ, મેડીકલ સહિતનાં વોર્ડ પ્રથમ અને બીજા માળે છે.કમનસીબી એ છે કે હોસ્પિટલમાં ઓર્થોપેડીક વોર્ડ પહેલા માળે છે અને લીફ્ટ બંધ હોવાથી ફેક્ચરથી લઇને હાડકાના રોગના દર્દીઓને વોર્ડ સુધી પહોંચવામાં ભારે હાલાકી પડી રહી છે.કેટલાંક દર્દીઓને તો ચાદરમાં લપેટની ટીંગા ટોળી કરીને ઉપરના માળ સુધી લઇ જવામાં આવી રહ્યાં છે.