અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે ગુજરાત હાઇકોર્ટના સ્થાપના દિને અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ગુજરાતના કાયદા ક્ષેત્રમાં આગામી દિવસોમાં મહત્વનો પુરવાર થાય તેવી સંભાવના છે. ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસને હવેથી સિવિલ કેસ ગણવામાં નહીં આવે પણ ક્રિમિનલ કેસ ગણવામાં આવશે.
આમ ગુજરાત હાઇકોર્ટમાં પાસાના કેસની કેટેગરી હવે બદલાઈ ગઈ છે. આ કેસોને ક્રિમિનલ કેસો ગણવાની સાથે તેની સુનાવણીની પદ્ધતિ પણ બદલાઈ છે. તેની સુનાવણી પણ હવે સિંગલ જજ નહીં કરે પણ બેન્ચ કરશે. આમ પાસાના કેસને સિવિલના બદલે ક્રિમિનલ ગણવા ઉપરાંત તેની સુનાવણી પણ બેન્ચ કરશે.
આમ ગુજરાત હાઇકોર્ટની સ્થાપનાથી ચાલતો નિર્ણય વર્ષ 2024માં બદલાયો છે. આ નિર્ણયના લીધે પાસાના કેસોનો હાઇકોર્ટમાં ઝડપી નિકાલ થશે. ગુજરાત હાઇકોર્ટની સ્થાપના પહેલી મે 1960ના રોજ થઈ હતી. તેમા પાસાના કેસોને લઈને મહત્વનો નિર્ણય ગુજરાત હાઇકોર્ટે લીધો છે. ગુજરાત હાઇકોર્ટના સ્થાપના દિવસે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે