Loksabha Election 2024/ પીએમ મોદી બપોરે ત્રણ વાગે ડીસા પહોંચશે અને રેખાબેને ચૌધરીના સમર્થનમાં પ્રચાર કરશે

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાની કુલ 94 બેઠકોનું મતદાન સાતમી મેના રોજ થવાનું છે તેમા ગુજરાતની બધી 25 બેઠકો માટે મંગળવારે મતદાન થવાનું છે. આ માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં પ્રચારાર્થે આવવાના છે.

Top Stories Gujarat Trending Breaking News
Beginners guide to 2024 05 01T113823.850 પીએમ મોદી બપોરે ત્રણ વાગે ડીસા પહોંચશે અને રેખાબેને ચૌધરીના સમર્થનમાં પ્રચાર કરશે

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાની કુલ 94 બેઠકોનું મતદાન સાતમી મેના રોજ થવાનું છે તેમા ગુજરાતની બધી 25 બેઠકો માટે મંગળવારે મતદાન થવાનું છે. આ માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં પ્રચારાર્થે આવવાના છે.

વડાપ્રધાન મોદી બપોરે ત્રણ વાગે ડીસા એરપોર્ટ પર પહોંચશે અને ત્યાં સાડા ત્રણ વાગે જનસભાને સંબોધશે. તેના પછી તે ચાર વાગે હિંમતનગર જવા રવાના થશે અને સાજે સાડા પાંચ વાગે હિંમતનગરમાં જનસભાને સંબોધશે. હિંમતનગરથી તેઓ સાંજે ગાંધીનગર આવશે અને રાત્રિ રોકાણ ગાંધીનગરમાં રાજભવનમાં કરશે.

વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રે રાજકીય બેઠક કરે તેવી સંભાવના છે. આ બેઠકમાં ભાજપના બધા અગ્રણી હોદ્દેદારો હાજર રહેશે અને પીએમ પોતે ચૂંટણી પૂર્વે અત્યાર સુધીની દરેક બેઠકોનો રાજકીય તાગ મેળવશે તેમ માનવામાં આવે છે. તેની સાથે ભાજપ હાલમાં કઈ બેઠકો પર હજી પણ નબળું પડી રહ્યુ છે તેની પણ સમીક્ષા થશે. તેને લઈને કોઈ રાતોરાત નવી રણનીતિ ઘડે તો પણ આશ્ચર્ય નહી થાય. આમ પણ તે હંમેશા તેમના રાજકીય હરીફોને આશ્ચર્યમાં મૂકતા આવ્યા છે અને આ વખતે પણ મૂકે તો આશ્ચર્ય નહી થાય.

પીએમ બીજી મેના રોજ સવારે આણંદ જવા રવાના થશે. તેના પછી સવારે 11 વાગે આણંદમાં સભાને સંબોધન કરશે. તેના પછી બપોરે બાર વાગે આણંદથી સુરેન્દ્રનગર જવા રવાના થશે. આ ઉપરાંત બપોરે એક વાગે પીએમ મોદી સુરેન્દ્રનગર પહોંચશે. સુરેન્દ્રનગરમાં પીએમ મોદી સભાને સંબોધન કરશે. તેના પછી બે વાગે સુરેન્દ્રનગરથી જૂનાગઢ જવા રવાના થશે.

પીએમ મોદી જૂનાગઢ બપોરે ત્રણ વાગે પહોંચીને જાહેરસભાને સંબોધશે. જૂનાગઢ બાદ પીએમ મોદી સાંજે ચાર વાગે જામનગર જવા રવાના થશે. તેઓ સાંજે પાંચથી સાડા પાંચની વચ્ચે જામનગર પહોંચીને સભાને સંબોધન કરશે. તેના પછી સાંજે ત્યાંથી કોલકાતા રવાના થશે.

પીએમ મોદી ડીસામાં રેખાબેન ચૌધરીના સમર્થનમાં પ્રચાર કરવાના છે. હાલમાં ગરમી જબરદસ્ત હોવાથી મંડપની અંદર ફુવારાની સિસ્ટમ ગોઠવાઈ છે. આ સભામંડપમાં 50 હજાર લોકો બેસી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બપોરની ગરમીના લીધે ઓઆરએસ કિટનું વિતરણ પણ કરવામાં આવશે. તેની સાથે પેરામેડિકલ સ્ટાફ અને છ જેટલી 108 પણ તૈયાર રાખવામાં આવશે. પીએમ મોદી ડીસાના એરપોર્ટ પર બપોરે સાડા ત્રણ કલાક વાગે આવવાના છે, તેથી અત્યારથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે