Statement/ કોંગ્રેસ પર શિવસેનાના નેતા સંજય રાઉતે સાધ્યું નિશાન, કહ્યું- દેશની સૌથી જૂની પાર્ટી…

શિવસેનાના નેતા સંજય રાઉતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કોંગ્રેસ પાર્ટીને નબળી ગણાવી હતી. સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કમજોર પડી ગઈ છે. તેથી, હવે વિરોધી પક્ષોએ એકઠા થઈને યુપીએને મજબૂત બનાવવું જોઈએ.

Top Stories India
a 166 કોંગ્રેસ પર શિવસેનાના નેતા સંજય રાઉતે સાધ્યું નિશાન, કહ્યું- દેશની સૌથી જૂની પાર્ટી...

શિવસેનાના નેતા સંજય રાઉતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કોંગ્રેસ પાર્ટીને નબળી ગણાવી હતી. સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કમજોર પડી ગઈ છે. તેથી, હવે વિરોધી પક્ષોએ એકઠા થઈને યુપીએને મજબૂત બનાવવું જોઈએ.

સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “જો પવાર સર (શરદ પવાર) યુપીએના અધ્યક્ષ બને તો અમને ખુશી થશે. પરંતુ મેં સાંભળ્યું છે કે તેમણે વ્યક્તિગત રૂપે ઇનકાર કર્યો છે. જો આવી કોઈ દરખાસ્ત અમારી પાસે આવે તો અમે તેમને ટેકો આપીશું. કોંગ્રેસ પાર્ટી હવે નબળી પડી ગઈ છે. તેથી, વિપક્ષે એક થવું જોઈએ અને યુપીએને મજબૂત બનાવવું જોઈએ. કોંગ્રેસ એક મોટો પક્ષ છે પરંતુ કોંગ્રેસ લોકસભામાં વિપક્ષી નેતાનું પદ પણ મેળવી શક્યું નથી. ”

ગુરુવારે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારમાં દેશનું નેતૃત્વ કરવા માટેના તમામ ગુણો છે. રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે પવાર પાસે ઘણો અનુભવ છે અને તેમને દેશના પ્રશ્નોની જાણકારી છે અને તેઓ જનતાની નાડી જાણે છે.

તેમણે કહ્યું, “તેમની પાસે રાષ્ટ્રનું નેતૃત્વ કરવાની તમામ ક્ષમતા છે.” પવારને યુનાઇટેડ પ્રગતિશીલ જોડાણના અધ્યક્ષ બનાવવાની મીડિયાની અટકળોના જવાબમાં પવારે કહ્યું કે, રાજકારણમાં કંઈપણ થઈ શકે છે. તમને ખબર નથી કે હવે પછી શું થશે. ”

કૃષિ કાયદા વિરુધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ખેડૂતો, PM મોદીએ લોકોને કરી આ અપીલ

CM યોગી આદિત્યનાથે કહ્યું ક્યારે મળશે કોરોના વાયરસ વેક્સિન?

સિંઘુ બોર્ડર પર તૈનાત દિલ્હી પોલીસના બે IPS અધિકારીઓ કોરોના પોઝિટિવ

ખેડુતો બાદ હવે ડોકટરોની હડતાલ, આજે દેશભરના ડોક્ટર્સ સ્ટ્રાઈક પર

ખેડૂત આંદોલન પર બોલ્યા મમતા બેનર્જી – મોદી સરકાર લોકશાહી નિયમોનું…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…