RMC/ વાવાઝોડા પૂર્વે રાજકોટમાં સાંજ સુધીમાં ૧૦ મોટા હોર્ડિંગ્સ અને ૯૮૫ થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો હટાવાયા

તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરો આગામી તા.૧૭ અને તા. ૧૮ દરમ્યાન તેજ રફતાર સાથે પવન અને ભારે વરસાદ જોવા મળી શકે છે, અને વાવાઝોડાની સૌથી તીવ્ર અસર હોવાનું હવામાન ખાતું જણાવે છે, ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં વાવાઝોડા પૂર્વે હાથ ધરવાની થતી કામગીરીમાં ભયજનક હોર્ડીંગ્ઝ, વ્રુક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાંઓ લેવાની મ્યુનિ. કમિશનરશ્રીએ અધિકારીઓને સૂચના આપેલ છે. […]

Top Stories Gujarat Rajkot
hording 1 વાવાઝોડા પૂર્વે રાજકોટમાં સાંજ સુધીમાં ૧૦ મોટા હોર્ડિંગ્સ અને ૯૮૫ થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો હટાવાયા

તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરો આગામી તા.૧૭ અને તા. ૧૮ દરમ્યાન તેજ રફતાર સાથે પવન અને ભારે વરસાદ જોવા મળી શકે છે, અને વાવાઝોડાની સૌથી તીવ્ર અસર હોવાનું હવામાન ખાતું જણાવે છે, ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં વાવાઝોડા પૂર્વે હાથ ધરવાની થતી કામગીરીમાં ભયજનક હોર્ડીંગ્ઝ, વ્રુક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાંઓ લેવાની મ્યુનિ. કમિશનરશ્રીએ અધિકારીઓને સૂચના આપેલ છે.

hording 2 વાવાઝોડા પૂર્વે રાજકોટમાં સાંજ સુધીમાં ૧૦ મોટા હોર્ડિંગ્સ અને ૯૮૫ થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો હટાવાયા

જે કોઈ હોર્ડિંગ જરા પણ અસલામત જણાય તેને તાત્કાલિક ઉતારી લેવા તેમકજ તમામ સિનિયર અધિકારીઓને આજથી ફિલ્ડ વર્કમાં ઉતારી દેવામાં આવ્યા છે. વાવાઝોડા સામે આજથી જ યુધ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી દેવામાં આવી છે. સાંજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૦ મોટા હોર્ડિંગ્સ અને ૯૮૫ થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા હતા.

hording 3 વાવાઝોડા પૂર્વે રાજકોટમાં સાંજ સુધીમાં ૧૦ મોટા હોર્ડિંગ્સ અને ૯૮૫ થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો હટાવાયા

વધુમાં મ્યુનિ. કમિશનર જણાવ્યું હતું કે, બાંધકામ સાઇટ્સ ખાતે ખુલ્લામાં પડેલ માલ-સામાન યોગ્ય સ્થળે ખસેડી લેવો, ભારે વરસાદ પડવાની શક્યતાને પગલે જ્યાં જ્યાં પાણી ભરવાના પ્રશ્નોનું નિરાકરણ કરવું તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર અને તેમના માટે આવશ્યક ફૂડ પેકેટ્સ તૈયાર રાખવા સૂચના અપાઈ છે.

hording 4 વાવાઝોડા પૂર્વે રાજકોટમાં સાંજ સુધીમાં ૧૦ મોટા હોર્ડિંગ્સ અને ૯૮૫ થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો હટાવાયા

શહેરીજનોને કામ વગર બહાર ન નીકળવુ જોઈએ. શહેરની વોટર વર્કસ સિસ્ટમ ડિસ્ટર્બ ના થાય તે માટે ઇલે. ફીડરની યાદી PGVCL ને આપવા અંગે પણ મ્યુનિ. કમિશનરએ સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.શેલ્ડર હોમમાં માસ્ક, સેનેટાઇઝર ઉપલબ્ધ રાખવા અને લોકોના સ્થળાંતર અંગે પણ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

hording 5 વાવાઝોડા પૂર્વે રાજકોટમાં સાંજ સુધીમાં ૧૦ મોટા હોર્ડિંગ્સ અને ૯૮૫ થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો હટાવાયા

sago str 14 વાવાઝોડા પૂર્વે રાજકોટમાં સાંજ સુધીમાં ૧૦ મોટા હોર્ડિંગ્સ અને ૯૮૫ થી વધુ રોડ વચ્ચેના બોર્ડ બેનરો હટાવાયા