ગાંધીનગર/ અક્ષર ધામ મંદિર દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ

ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે .સંક્રમણ વધતા સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું અંગે ના નિર્ણયો લેવામાં આવ્યા છે .ત્યારે અક્ષર ધામ મંદિર 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અક્ષર ધામ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા […]

Gujarat Others
Untitled 65 અક્ષર ધામ મંદિર દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ

ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે .સંક્રમણ વધતા સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું અંગે ના નિર્ણયો લેવામાં આવ્યા છે .ત્યારે અક્ષર ધામ મંદિર 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અક્ષર ધામ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે, જેને કારણે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે સાવચેતીના ભાગ રૂપે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં અક્ષર ધામ મંદિરને કોરોનાને કારણે બંધ કરવામાં આવ્યા બાદ 25 ઓક્ટોબરે દશેરાના દિવસે ફરી 7 મહિના બાદ ખોલવામાં આવ્યુ હતું. કોરોના સંક્રમણના સંકટને જોતા અક્ષરધામ મંદિરમાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, કોરોના મહામારીના પગલે ગત 19 માર્ચથી અક્ષરધામ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…