Not Set/ બાવીસ ગામો વચ્ચે દર્દીઓના જીવાદોરી સમાન એમ્બ્યુલન્સની આ ગામમાં નથી સુવિધા, તંત્રના આંખ આડા કાન

અમરેલી, અમરેલીમાં બાવીસ ગામો વચ્ચે દર્દીઓના જીવાદોરી સમાન કુકાવાવમાં એક સિવિલ હોસ્પિટલ આવેલી છે. જેમાં તમામ સુવિધા તો ઉપલબ્ધ છે. પરંતુ એમ્બ્યુલન્સની સુવિધા નથી. આ અંગે ગામજનોએ અનેક વખત રજૂઆત કરવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહી છે. એમ્બ્યુલન્સ ન હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોને સારવાર માટે પ્રાઇવેટ વાહનોનો સહારો […]

Top Stories Gujarat Others
mantavya 575 બાવીસ ગામો વચ્ચે દર્દીઓના જીવાદોરી સમાન એમ્બ્યુલન્સની આ ગામમાં નથી સુવિધા, તંત્રના આંખ આડા કાન

અમરેલી,

અમરેલીમાં બાવીસ ગામો વચ્ચે દર્દીઓના જીવાદોરી સમાન કુકાવાવમાં એક સિવિલ હોસ્પિટલ આવેલી છે. જેમાં તમામ સુવિધા તો ઉપલબ્ધ છે. પરંતુ એમ્બ્યુલન્સની સુવિધા નથી.

આ અંગે ગામજનોએ અનેક વખત રજૂઆત કરવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહી છે. એમ્બ્યુલન્સ ન હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોને સારવાર માટે પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે.

ઉલ્લેખનીય છે કે, કુંકાવાવના ડોક્ટર સાવલિયાએ જણાવ્યુ હતુ કે, કુકાવાવની સિવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સ ખરાબ થઇ ગઈ હતી અને સરકારને સોંપી દીધેલી હતી.

પરંતુ છેલ્લા ત્રણ વર્ષ વીત્યા હોવા છતા સરકારે એમ્બ્યુલન્સ પરત કરી નથી. આથી કુકાવાવના ગામલોકોએ સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સ ફાળવે તેવી માંગ કરી છે.