Gujarat Election/ વાપીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો,જુઓ વીડિયો

ગુજરાત વિધાનસભની ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે તમામ પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહી છે. તમામ પાર્ટીઓ મતદારોને આકર્ષવા જાહેર સભા અને રોડ શો કરી રહીછે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
10 1 7 વાપીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો,જુઓ વીડિયો

ગુજરાત વિધાનસભની ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે તમામ પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહી છે. તમામ પાર્ટીઓ મતદારોને આકર્ષવા જાહેર સભા અને રોડ શો કરી રહીછે. એવામાં આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભવ્ય રોડ શો વાપીમાં કર્યો હતો. ભારે જનમંદની તેમના રોડ શોમાં ઉમટી પડી હતી.

આ રોડ-શો દરમિયાન રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોડ-શો દરમિયાન જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી. વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ અને નાગરિકોએ પણ PM મોદીનો ભવ્યાતિભવ્ય આવકાર કર્યો હતો. આ દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રોડ-શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુજવામાં જંગી સભાને સંબોધશે.

પીએમ મોદીના રોડ શો દરમિયાન આદિવાસી લોકનૃત્યનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કડક પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે રોડ શો દરમિયાન નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકોએ ઉલ્ટી કરી હતી.