Not Set/ રાજ્યમાં ત્રણ જગ્યાએ લાગી આગ, સદભાગ્યે આગમાં કોઈ જાનહાની નહીં

અમદાવાદ, દિવસે દિવસે આગની ઘટનાઓ વધતી જાય છે ત્યારે રાજકોટના શાપર – વેરાવળમાં આગનો બનાવ બન્યો હતો..પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી. મસ્તક પોલીમર્સ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી. આગમાં કરોડોનું નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આગમાં કોઈ જાનહાની નથી,  આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ બુજાવવા રાજકોટ તથા ગોંડલના ફાયર ફાઇટર દોડી આવ્યા હતા […]

Gujarat Others Videos
mantavya 37 રાજ્યમાં ત્રણ જગ્યાએ લાગી આગ, સદભાગ્યે આગમાં કોઈ જાનહાની નહીં

અમદાવાદ,

દિવસે દિવસે આગની ઘટનાઓ વધતી જાય છે ત્યારે રાજકોટના શાપર – વેરાવળમાં આગનો બનાવ બન્યો હતો..પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી. મસ્તક પોલીમર્સ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી.

આગમાં કરોડોનું નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આગમાં કોઈ જાનહાની નથી,  આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ બુજાવવા રાજકોટ તથા ગોંડલના ફાયર ફાઇટર દોડી આવ્યા હતા અને શાપર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

સદભાગ્યે આગ પર અંશતઃ કાબુ મેળવાયો હતો. ત્યારે અમદાવાદમાં પણ પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. સરખેજ-બાવળા હાઈવે પર કંપનીમાં આગ લાગી હતી. સદભાગ્યે આગમાં કોઈ જાનહાની થઇ નથી.

આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. આગમાં કરોડોનું નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ સહિત સંઘપ્રદેશ દમણના સોમનાથ ઉદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના બની હતી.

આ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. પ્રથમ માળે આગની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં નાના પાયે આગે થોડી જ વારમાં મોટુ સ્વરૂપ ધારણ કરી દીધું હતું અને જોતજોતામાં પહેલા માળ સુધી પ્રસરી ગઈ હતી. ત્યારે આગને પગલે ફાયર બિગ્રેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગને પગલે કોઇ જાનહાનિ થઇ નથી.