Not Set/ વરસાદ ખેંચાતા કચ્છનાં માલધારી અને ધરતીપુત્રો પર ચિંતાનાં વાદળો છવાયા

ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ છેલ્લા બે વર્ષથી દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહી છે. ત્યારે ચાલુ વર્ષે પણ વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતીત બન્યો છે. ત્યારે કચ્છમાં ખેડૂતોની મીટ આકાશ તરફ મંડાઈ છે. ચાતક નજરે ધરતીપુત્રો વરસાદની રાહની જોઈ રહ્યા છે. તો માલધારીઓ પોતાના માલની ચિંતામાં અને ચિંતામાં અડધા થઇ રહ્યા છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે […]

Top Stories Gujarat Others
kutch3 વરસાદ ખેંચાતા કચ્છનાં માલધારી અને ધરતીપુત્રો પર ચિંતાનાં વાદળો છવાયા

ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ છેલ્લા બે વર્ષથી દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહી છે. ત્યારે ચાલુ વર્ષે પણ વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતીત બન્યો છે. ત્યારે કચ્છમાં ખેડૂતોની મીટ આકાશ તરફ મંડાઈ છે. ચાતક નજરે ધરતીપુત્રો વરસાદની રાહની જોઈ રહ્યા છે. તો માલધારીઓ પોતાના માલની ચિંતામાં અને ચિંતામાં અડધા થઇ રહ્યા છે.

kutch2 વરસાદ ખેંચાતા કચ્છનાં માલધારી અને ધરતીપુત્રો પર ચિંતાનાં વાદળો છવાયા

કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી દુષ્કાળની પરિસ્થિતિ

કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી સતત ઓછો અને અનિયમિત વરસાદ પડતા જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. ચાલુ વર્ષે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી કરી તેમ છતાં પણ હજુ સુધી કચ્છમાં વરસાદ નહિ વરસતા કચ્છનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

kutch વરસાદ ખેંચાતા કચ્છનાં માલધારી અને ધરતીપુત્રો પર ચિંતાનાં વાદળો છવાયા

મેધરાજાએ અષાઢી બીજ સુકન પણ સાચવ્યા નથી

કચ્છ જિલ્લામાં માન્યતા મુજબ અષાઢી બીજથી વાવણી લાયક વરસાદ પડે છે. ત્યાર બાદ ખેડૂતો વાવણીની કામગીરીમાં જોતરાય છે. આ વર્ષે મેધરાજાએ અષાઢી બીજ સુકન પણ સાચવ્યા નથી. જેથી ખેડૂતોના જીવ હાલતો તાળવે ચોંટેલો છે. કચ્છનાં ખેડૂતો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.

ગયા વર્ષે પણ કચ્છમાં વરસાદ ખેંચાયો હતો. જેથી ઉનાળા પહેલા જ પાણીની અછત સર્જાતા મોટી સંખ્યામાં માલધારીઓએ પરિવાર અને મહામુલા પશુઓ સાથે હિજરત કરવા મજબુર બન્યાં હતા. બીજી તરફ સરકાર દ્વારા પણ કચ્છમાં પશુધન માટે ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ત્યારે કચ્છમાં હત્યાર સુધી છુટો છવાયો જ વરસાદ વરસ્યો છે.

kutch1 વરસાદ ખેંચાતા કચ્છનાં માલધારી અને ધરતીપુત્રો પર ચિંતાનાં વાદળો છવાયા

ચાલુ વર્ષે પણ મેઘરાજા હાથતાળી આપે તો…..

ચાલુ વર્ષે પણ મેઘરાજા હાથતાળી આપે તો જગતના તાત પર આભ તૂટી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છના ખેડૂતોને હજુસુધી સિચાઈ માટે નર્મદાના પાણીનો લાભ મળ્યો નથી. નર્મદા કેનાલનું કામ ભચાઉથી આગળ વધ્યું નથી. બીજી તરફ કચ્છમાં ભૂગર્ભ સ્તર ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યા છે. કચ્છમાં ખેડૂતો અને માલધારી હજુ પણ ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યાં છે અને જિલ્લામાં સચરાચર મેઘમહેર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.