Not Set/ એવું તો શું થયું કે, 14 વર્ષીય છોકરીનું વજન 25 કિલોમાંથી અચાનક 46 કિલો થઇ ગયું

આજનો યુગ એ ઘોર કળયુગનો કહેવાય છે અને આ સમયમાં તમને ઘણી એવી ઘટનાઓ બનતી જોય જશે, જેનાથી લોકો આશ્ચર્યજનક થઇ જાય છે. આ જ પ્રકારે ગુજરાતના છેવાડાના જીલ્લા એવા દાહોદમાં પણ કંઇક એવું જ બન્યું છે, જેનાથી લોકો સ્તબ્ધ થઇ ગયા છે.  આ ઘટનાની વાત કરીએ તો, દાહોદમાં આવેલ અર્બન હોસ્પીટલમાં મધ્યપ્રદેશની એક સગીરાને […]

Gujarat Others
f376d601629dedc85c5c53534c39f831 એવું તો શું થયું કે, 14 વર્ષીય છોકરીનું વજન 25 કિલોમાંથી અચાનક 46 કિલો થઇ ગયું

આજનો યુગ એ ઘોર કળયુગનો કહેવાય છે અને આ સમયમાં તમને ઘણી એવી ઘટનાઓ બનતી જોય જશે, જેનાથી લોકો આશ્ચર્યજનક થઇ જાય છે. આ જ પ્રકારે ગુજરાતના છેવાડાના જીલ્લા એવા દાહોદમાં પણ કંઇક એવું જ બન્યું છે, જેનાથી લોકો સ્તબ્ધ થઇ ગયા છે. 

આ ઘટનાની વાત કરીએ તો, દાહોદમાં આવેલ અર્બન હોસ્પીટલમાં મધ્યપ્રદેશની એક સગીરાને પેટમાં કુલ 20 કિલોની ગાંઠ કાઢીને તબીબોએ એને નવજીવન આપ્યું છે. પહેલા આ સગીરાનું વજન માત્ર 25 કિલો હતી અને ત્યારબાદ 46 કિલો થઇ ગયું હતું, જેને ચેક કરતા સામે આવ્યું હતું કે, છોકરીના પેટમાં ગાંઠને લીધે વજન વધન વધી ગયું હતું, પરંતુ ગાંઠ કાઢતાં સગીરાની તબિયત હાલમાં સ્થિર રહેલી છે.

આ પણ વાંચો : જામનગર/ મેડિકલ સ્ટોરના સંચાલકે જમીન દલાલના ત્રાસથી કર્યો આપઘાત, મોત પહેલા લખી સુસાઇડ નોટ

આ બીમારીની વાત કરીએ તો, દાહોદમાં જિલ્લામાં આવેલ નાઢ નામનાં ગામની માત્ર 14 વર્ષીય રંજીલા નાજુભાઇ ભાભોરેને 1 વર્ષથી પેટમાં સતત દુખાવો થઈ રહ્યો હતો. જેને કારણે દાહોદમાં આવેલ અર્બન હોસ્પીટલમાં તપાસ કરાવવા માટે આવ્યા હતા. જ્યાં ફરજ બજાવતાં સર્જન જાણ કરતાં એમણે સઘન તપાસ કરતાં એના પેટમાં ગાંઠ હોવાનુ જણાઈ આવ્યું હતુ. જેને લીધે આ સગીરાના પેટમાંથી મોટી ગાંઠ હોવાનુ જણાઈ આવ્યું.

એના સંબંધીઓની સાથે વાતચીત કરતા તેઓ સંમત થતાં 22 સપ્ટેમ્બરે સગીરાનુ ઓપરેશન કરીને કુલ 20.38 કિલોની ગાંઠ કાઢવામાં સફળતા મળી હતી. માત્ર 25 કિલોનું વજન ધરાવતી સગીરાનુ વજન 46 કિલો ફક્ત ગાંઠને લીધે થઇ ગયુ હતુ પરંતુ ગાંઠ કાઢતાં સગીરાની તબિયત હાલમાં સ્થિર રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ