કૌભાંડ/ બિનખેડૂતને ખેડૂત બનાવતી નોંધ મંજૂર કરવા બદલ મામલતદારને 1.08 લાખનો દંડ

ધાનેરાના તત્કાલિન મામલતદાર એચ.વી. ભાવસાર ત્રણેક વર્ષ અગાઉ રીટાયર્ડ થયા છે. પરંતુ તેમના કાર્યકાળ દરમ્યાન ધાનેરા ખાતે બીનખેડૂતોને ખેડૂત બનાવતી નોંધ મંજુર કરવા માટે હુકમ કરાતા તેમની મુશ્કેલીઓ વધી છે.

Gujarat Others
nitin patel 7 બિનખેડૂતને ખેડૂત બનાવતી નોંધ મંજૂર કરવા બદલ મામલતદારને 1.08 લાખનો દંડ

@ભરત સૂંદેશા, મંતવ્ય ન્યુઝ, બનાસકાંઠા

  • પેન્શનમાંથી 3 વર્ષ માટે દર મહીને ત્રણ હજાર કાપવા સરકારનો હુકમ
  • પૂર્વ IAS રાજગોપાલ સહાયની પત્ની અર્ચના સહાય ખોટી રીતે ખેડૂત બનતા મામલતદાર ફસાયા..
  • 2016 માં ખેમચંદ મૂળચંદ ના અવસાન બાદ દીકરી અર્ચના સહાયને બતાવી ખેડૂત બનવવા નોંધ મંજુર કરતા તત્કાલીન મામલતદાર દંડાયા.

ધાનેરાના તત્કાલીન મામલતદાર એચ.વી.ભાવસાર દ્વારા બીન ખેડૂતને ખેડૂત બનાવતી ખોટી નોંધને મંજુર કરવાના હુકમ કરતાં અને આ બાબતે સરકારમાં રજુઆત કરાતા સરકાર દ્વારા તટસ્થ તપાસ કરીને ધાનેરાના તત્કાલીન મામલતદારને દર મહીને તેમના મળતા પેન્શનમાંથી 3 હજાર ત્રણ વર્ષ સુધી કાપવા માટે હુકમ કર્યો છે. ધાનેરાના તત્કાલિન મામલતદાર એચ.વી. ભાવસાર ત્રણેક વર્ષ અગાઉ રીટાયર્ડ થયા છે. પરંતુ તેમના કાર્યકાળ દરમ્યાન ધાનેરા ખાતે બીનખેડૂતોને ખેડૂત બનાવતી નોંધ મંજુર કરવા માટે હુકમ કરાતા તેમની મુશ્કેલીઓ વધી છે.

nitin patel 7 બિનખેડૂતને ખેડૂત બનાવતી નોંધ મંજૂર કરવા બદલ મામલતદારને 1.08 લાખનો દંડ

ધાનેરામાં ખેમચંદભાઇ મુળચંદભાઇ ખત્રીનું અવસાન થતાં તેમની વારસાઇમાં તેમની મુહબોલી દિકરી અર્ચના સહાય તે ખેડૂત ન હોવા છતાં તેમણે નોંધ મંજુર કરવા માટે હુકમ કર્યો હતો અને તે હુકમને પ્રાંત કચેરી ખાતે એક નાગરીક દ્વારા પડકાર્યો હતો અને નોંધ રદ કરવા હુકમ થયો હતો તેમજ કલેકટર દ્વારા પણ પ્રાંત અધિકારીના હુકમને માન્ય રાખ્યો છે. જેથી આ મામલતદારે પોતાના સ્વાર્થ ખાતર અને કાયદાના જાણકાર હોવા છતાં પણ આ નોંધ મંજુર કરવા માટે હુકમ કર્યો અને બીન ખેડૂતને ખોટી રીતે ખેડૂત બનાવી દીધો હતો.

આ રજુઆતોને ધ્યાને લેતા સરકાર દ્વારા એચ.વી.ભાવસાર સામે ખાતાકિય તપાસ હાથ ધરી અને બે વર્ષની તપાસના અંતે ધાનેરાના તત્કાલિન મામલતદાર અને હાલ નિવૃત એચ.વી.ભાવસારને ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના ઉપસચિવ એ.આર.પરમાર દ્વારા પેન્સનમાંથી દર મહીને 3 હજારની કપાત 3 વર્ષ સુધી કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.