Bihar/ NDAમાં નિતીશની Entryથી નારાજ LPJ ચીફ ચિરાગ પાસવાન, ભાજપ સામે બેઠકોને લઈને મૂકી શરત

નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારમાં રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. ખાસ કરીને LJPના નેતા ચિરાગ પાસવાન નારાજ હોવાનું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

Top Stories India
Beginners guide to 8 NDAમાં નિતીશની Entryથી નારાજ LPJ ચીફ ચિરાગ પાસવાન, ભાજપ સામે બેઠકોને લઈને મૂકી શરત

ચિરાગ પાસવાનની નીતિશ કુમારના ભાજપમાં સામેલ થવાથી ચિંતા વધી છે. દેશમાં અત્યારે તમામનું ધ્યાન બિહાર તરફ છે. બિહારમાં રાજકીય ઉથલ-પાથલ જોવા મળી. નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારમાં રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બિહાર – નીતિશ અને ભાજપને લઈને અનેક જુદી-જુદી અફવાઓ સામે આવી રહી છે. આજે સવારે તમામ અફવા અને હકીકત સામે આવી ગઈ છે. આજે સત્તાવાર રીતે નીતિશ કુમારે NDAમાં એન્ટ્રી કરી રહ્યા છે. બિહારમાં ગણતરીના સમયમાં નીતિશ સાથે ગઠબંધન કરી ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. નીતિશના ભાજપમાં સામેલ થવાથી એનડીએના સહયોગી પક્ષોમાં હલચલ મચી છે. ખાસ કરીને LJPના નેતા ચિરાગ પાસવાન નારાજ હોવાનું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. નીતિશ કુમારની ભાજપમાં સામેલ થવાની ચર્ચા બાદ ચિરાગ પાસવાને પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દિલ્હીમાં અમિતશાહ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ચિરાગ પાસવાનને હાલ તો સાંત્વના અપાઈ રહી છે. શાહ સાથેની મુલાકાત વખતે ચિરાગે કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં તેમની બેઠકો પર સમાધાન કરશે નહીં. આ પછી, બીજેપી હાઈકમાન્ડે તેમને ખાતરી આપી છે કે જે પણ થશે તે બિહારના હિતમાં થશે. જો કે LJPના નેતા ચિરાગ પાસવાને બેઠકોને લઈને આડકતરી રીતે ભાજપ સમક્ષ મોટી શરતો મૂકી છે.

બિહારમાં ચિરાગ પાસવાનને એનડીએ છોડવા ભડકાવી રહ્યાં છે નીતિશ, ભાજપને પણ આ નિર્ણય ખૂંચ્યો - GSTV

અમિત શાહ સાથે મુલાકાત બાદ કરી સ્પષ્ટતા

અમિત શાહ સાથેની મુલાકાતને લઈને ચિરાગ પાસવાને સ્પષ્ટતા કરતા કહ્યું, ‘એલજેપી (રામ વિલાસ પાસવાન) બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટની નીતિ પર કામ કરવા માંગે છે. ભાજપ એક મોટી પાર્ટી છે, પરંતુ તેણે બિહાર માટે કોમન મિનિમમ પ્રોગ્રામ પર કામ કરવું જોઈએ. તેમણે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત બાદ LJP પક્ષની બેઠકો ઓછી ના થવાની ભાજપ સમક્ષ શરત મૂકી છે. નીતિશ કુમાર ભાજપમાં સામેલ થાય તેની અસર તેમની બેઠકો પર ના થવી જોઈએ. ચિરાગે બિહારમાં બદલાયેલા રાજકીય સમીકરણ પર પોતાની પાર્ટીની ચિંતા વ્યક્ત કરી હતી.

Capture 27 NDAમાં નિતીશની Entryથી નારાજ LPJ ચીફ ચિરાગ પાસવાન, ભાજપ સામે બેઠકોને લઈને મૂકી શરત

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો બધું કામ નહીં થાય તો ચિરાગ પાસવાનની પાર્ટી બિહારમાં 23 સીટો પર એકલા ચૂંટણી લડશે તેવા નિર્ણય પર પણ પંહોચતી દેખાય છે. તેજસ્વી સાથે વાત કરવા પર ચિરાગે કહ્યું કે દુશ્મનનો મિત્ર હોય છે, પરંતુ હું સ્પષ્ટ કહું છું કે હું NDA ગઠબંધનમાં છું, પરંતુ વિકલ્પો હંમેશા ખુલ્લા હોય છે. બીજેપી હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ ચિરાગ પટના જશે. ચિરાગે કહ્યું કે અમારી સાથે અગાઉ પણ છેતરપિંડી થઈ છે, પરંતુ પશુપતિ પારસ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે પાર્ટીના નિર્ણય સાથે તેમને કોઈ સંબંધ નથી.

જે.પી.નડ્ડા કરાવશે સમાધાન

બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં ભાજપ અને જેડીયુની સરકાર બનશે. નીતીશ કુમારના ભાજપ સાથે ગઠબંધનથી એનડીએના ઘટક દળો ઉપરાંત દિગ્ગજ નેતા ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા નાખુશ દેખાઈ રહ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ અને પૂર્વ સીએમ જીતન રામ માંઝીના પક્ષો નીતિશના NDAમાં પાછા ફરવાના સમર્થનમાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા પટના પહોંચી રહ્યા છે. ખાસ વાત એ છે કે નડ્ડા પોતાની સાથે એલજેપી ચીફ રામવિલાસને પણ દિલ્હીથી લાવી રહ્યા છે. ચિરાગ પાસવાન અને નીતિશ કુમાર વચ્ચેની લડાઈ જાણીતી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે સમાધાનની જવાબદારી ખુદ નડ્ડાએ લીધી છે. તેથી નડ્ડા શપથ ગ્રહણ સમારોહ માટે ચિરાગ સાથે પટના પહોંચી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા હરણી હોનારતમાં સૌથી મોટો ખુલાસો,શાળાએ પ્રવાસની મંજૂરી જ નહોતી લીધી

આ પણ વાંચો: Ayodhya Aastha Special Trains/રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન