Ahmedabad-Accident-Claim/ ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો ઝડપથી કઢાવી લો, અવગણના ભારે પડી શકે

મે કોઈપણ વાહન ચલાવતા હોવ તમારી પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો અકસ્માતના કિસ્સામાં ક્લેમ રિજેક્ટ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ હોય પણ એક્સપાયર થઈ ગયું હોય તો પણ વીમાધારક માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 04 01T155428.861 ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો ઝડપથી કઢાવી લો, અવગણના ભારે પડી શકે

અમદાવાદ:  તમે કોઈપણ વાહન ચલાવતા હોવ તમારી પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો અકસ્માતના કિસ્સામાં ક્લેમ રિજેક્ટ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ હોય પણ એક્સપાયર થઈ ગયું હોય તો પણ વીમાધારક માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

આવા જ એક કિસ્‍સામાં અમદાવાદમાં એક વ્‍યક્‍તિનું વાહન અકસ્‍માતમાં મૃત્‍યુ થયું હતું. આ વ્‍યક્‍તિનું ડ્રાઈવિંગ લાઈસન્‍સ એક્‍સપાયર થઈ ગયું હોવાથી વીમા કંપનીએ ક્‍લેમ ચૂકવવાની ના પાડી દીધી હતી. અંતે આ મામલો ગ્રાહક અદાલતમાં ગયો જેણે 75 ટકા ક્‍લેમની રકમ ચૂકવવા આદેશ આપ્‍યો છે.

આ કેસની વિગત અનુસાર માર્ચ 2019માં અમદાવાદના રાયપુર એરિયામાં ચંદ્રકાંત સિંહા નામની એક વ્‍યક્‍તિને ટુ-વ્‍હીલર ચલાવતી વખતે એક્‍સિડન્‍ટ થયો હતો જેમાં સિંહાનું મોત થયું હતું. તેણે યુનાઈટેડ ઈન્‍ડિયા ઈન્‍શ્‍યોરન્‍સ કંપની પાસેથી 15 લાખ રૂપિયાની મોટરાઈઝ્‍ડ ટુ વ્‍હીલર પેકેજ પોલિસી લીધેલી હતી. સિંહાના મૃત્‍યુ પછી તેના પરિવારે વીમા માટે ક્‍લેમ કર્યો હતો. પરંતુ કંપનીએ તેનો ક્‍લેમ ફગાવી દીધો હતો. કંપનીએ જણાવ્‍યું કે સિંહાના એક્‍સિડન્‍ટ વખતે તેમનું ડ્રાઈવિંગ લાઈસન્‍સ વેલિડ ન હતું.

સિંહાના પરિવારે અમદાવાદ ખાતે ગ્રાહક ફરિયાદ નિવારણ પંચમાં વીમા કંપની સામે ફરિયાદ કરી. તેમણે કન્‍ઝ્‍યુમર પ્રોટેક્‍શન એન્‍ડ એક્‍શન કમિટીના મુકેશ પરીખની મદદ લીધી હતી. તેમણે દલીલ કરી કે સિંહા પાસે અધિકૃત ડ્રાઈવિંગ લાઈસન્‍સ હતું. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ડ્રાઈવિંગ લાઈસન્‍સ ધરાવતા હતા, પરંતુ તે એક્‍સપાયર થઈ ગયું હતું.

તેઓ ફેબ્રુઆરી 2019માં ડ્રાઈવિંગ લાઈસન્‍સ રિન્‍યૂ કરાવવા માટે આરટીઓમાં ગયા હતા, પરંતુ આરટીઓનું સર્વર ડાઉન હોવાના કારણે તેમનું ડ્રાઈવિંગ લાઈસન્‍સ 40 દિવસ પછી રિન્‍યુ થયું હતું. આ દરમિયાન એક્‍સિડન્‍ટ થયો હતો, જેમાં તેમનું મોત નીપજયું હતું.

તેમણે નોન-સ્‍ટાન્‍ડર્ડ બેઝ પર વીમાના ક્‍લેમનો વિચાર કરવા માટે અરજી કરી હતી,  કારણ કે વીમા કંપનીએ પોલિસીની શરતોનો ભંગ થયાનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. ગ્રાહક પંચે આ દલીલ માન્‍ય રાખી હતી અને કહ્યું કે ફરિયાદીએ કરેલો ક્‍લેઈમ જેન્‍યુઈન છે. વીમા કંપની વાહનના માલિકને વીમાની રકમ આપવા માટે જવાબદાર છે. જો કોઈ શરતનો ભંગ થયો હોય તો વીમા કંપનીએ નોન-સ્‍ટાન્‍ડર્ડ બેસિસ પર ક્‍લેમનું સેટલમેન્‍ટ કરવું જોઈએ.

ગ્રાહક પંચે 75 ટકા જેટલો ક્‍લેમ ચૂકવવા વીમા કંપનીને આદેશ આપ્‍યો છે. એટલે કે વીમા કંપનીએ નોન-સ્‍ટાન્‍ડર્ડ બેસિસ પર 11.25 લાખની ચૂકવણી કરવી પડશે જેના પર 8 ટકા વ્‍યાજ પણ લાગશે. આ ઉપરાંત વીમા કંપનીએ વીમાધારક ચંદ્રકાંત સિંહાના પરિવારને 15,000 રૂપિયાની વધારાની ચૂકવણી કરવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો