તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાના એક મુસાફરને વ્હીલચેર ન મળતાં પગપાળા ચાલવું પડ્યું હતું, જે પછી તેનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. હવે આનો દોષ એર ઈન્ડિયાના માથે પડ્યો છે. DGCAએ આ ઘટના માટે એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આપને જણાવી દઈએ કે જીવ ગુમાવનાર વ્યક્તિની ઉંમર 80 વર્ષની હતી અને તે પોતાની પત્ની સાથે ન્યૂયોર્કથી મુંબઈ આવ્યો હતો.
વૃદ્ધ વ્યક્તિ તેની પત્ની સાથે ન્યૂયોર્કથી મુંબઈ આવ્યો હતો
અહેવાલો અનુસાર, ન્યૂયોર્કથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 80 વર્ષના એક વ્યક્તિએ પોતાના અને તેની પત્ની માટે ટિકિટ બુક કરાવી હતી. ટિકિટ બુક કરાવતી વખતે તેણે વ્હીલચેર સર્વિસ માટે પણ કહ્યું હતું. પરંતુ, મુંબઈ એરપોર્ટ પર પહોંચતા તેમને માત્ર એક વ્હીલચેર મળી હતી, જે વૃદ્ધે તેની પત્નીને આપી હતી. વૃદ્ધા પોતે દોઢ કિલોમીટર ચાલીને ઇમિગ્રેશન કાઉન્ટર સુધી પહોંચ્યા હતા અને ત્યાં પહોંચતા જ તેઓ અચાનક પડી ગયા હતા. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.
વ્હીલચેર સેવા માટે પ્રી-બુકિંગ પણ કર્યું
આ ઘટના અંગે એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે વ્હીલચેરની અછતને કારણે માત્ર એક જ વ્હીલચેર ઉપલબ્ધ કરાવી શકાય છે. વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયા બાદ તેમને પહેલા એરપોર્ટની મેડિકલ ફેસિલિટી અને પછી ત્યાંથી નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વૃદ્ધ વ્યક્તિ ભારતીય મૂળના હતા અને તેમની પાસે અમેરિકન પાસપોર્ટ હતો. તેમણે વ્હીલચેર સેવા માટે પ્રી-બુક પણ કરાવ્યું હતું. આમ છતાં મુંબઈ એરપોર્ટ પર તેમને વ્હીલચેર ન મળી શકી.
આ પણ વાંચો: Gujarat/ગુજરાતમાં માર્ચના આરંભે ફરી જોવા મળશે ઠંડીની લહેર, અનેક સ્થાનો પર વરસાદની સંભાવના
આ પણ વાંચો: Solar Park-Notice/સોલર પાર્કના ડાયરેક્ટરને ધારીના મામલતદારની નોટિસ
આ પણ વાંચો: Himalayan Region Drought/માત્ર 3 ડિગ્રી વધુ… અને આખો હિમાલય સુકાઈ જશે, વૈજ્ઞાનિકોએ ‘આપત્તિ’ વિશે આપી મોટી ચેતવણી
આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા