Not Set/ સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, અભિષેક સહિત 38 સેલેબ્સ સામે નોંધાઈ FIR

સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, અભિષેક સહિત 38 સેલેબ્સ સામે 2019 ની બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવા સબબ દિલ્હીમાં ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Entertainment
બળાત્કાર પીડિતા

વર્ષ 2019 માં, હૈદરાબાદમાં થયેલા ગેંગરેપ કેસએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. જેમાં દેશના લાખો લોકોએ પીડિતાને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો. આ લોકોમાં સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન જેવા ઘણા મોટા સ્ટાર્સ પણ સામેલ છે, જોકે હવે સોશિયલ મીડિયામાં બળાત્કાર પીડિતા ની ઓળખ છતી કરવા માટે આ તમામ સેલેબ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

દિલ્હી સ્થિત વકીલ ગૌરવ ગુલાટીએ બળાત્કાર પીડિતાનું નામ જાહેર કરવા બદલ બોલિવૂડ સ્ટાર્સ, ટોલીવુડ અભિનેતાઓ, ક્રિકેટરો અને આરજે સહિત 38 સેલેબ્સ સામે કેસ દાખલ કર્યો છે. ગૌરવએ દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 228A હેઠળ કેસ નોંધાવીને તીસ હજારી કોર્ટમાં અરજી કરી છે. ગૌરવ કહે છે કે આ સ્ટાર્સ લોકો માટે એક ઉદાહરણ હોવા જોઈએ. જો કે આ સેલેબ્સે કાયદાની વિરુદ્ધ જઈ બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરી હતી. કેસ નોંધવાની સાથે વકીલે આ તમામ સેલેબ્સની ધરપકડ કરવાની પણ માંગ કરી છે.

આ સેલેબ્સ સામે ફરિયાદ નોંધાઈ

એડવોકેટ ગૌરવ ગુલાટીએ સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, અભિષેક બચ્ચન, ફરહાન અખ્તર, અનુપમ ખેર, પરિણીતી ચોપરા, દિયા મિર્ઝા, સ્વરા ભાસ્કર, રકુલ પ્રીત સિંહ, યામી ગૌતમ, રિચા ચઢ્ઢા, કાજલ અગ્રવાલ, શબાના આઝમી, હંસિકા મોટવાની, પ્રિયા મલિક, અરમાન મલિક, કરણવીર વોહરા, દિગ્દર્શક મધુર ભંડારકર, દક્ષિણ અભિનેતા રવિ તેજા, અલ્લુ શિરીષ, ક્રિકેટરો હરભજન સિંહ, શિખર ધવન, નિધિ અગ્રવાલ, ચાર્મી કૌર, આશિકા રંગનાથ અને આરજે સાયમા સામે ફરિયાદ કરી છે.

નેતાઓને ઘી-કેળા / જનતા બે છેડા ભેગા કરવા મથી રહી છે ત્યારે નેતાઓના પગારમાં તોતિંગ વધારો

Golden Opportunity / MSME એકમોને હવે એમેઝોન સાથે મળીને વર્લ્ડ માર્કેટમાં પહોચવાની મળશે તક : CM  વિજય રૂપાણી

અફઘાનિસ્તાન / પંજશીર ખીણના લોકોએ કહ્યું – તાલિબાન જૂઠું બોલી રહ્યું છે, અમે હજુ પણ આઝાદ છીએ