Not Set/ દુશ્મનો સાવધાન ! પશ્ચિમી સીમા પર તૈનાત થશે IBG, તમે જાણો છો, શું છે IBG?

દુશ્મનો સાવધાન ! પશ્ચિમી સીમા પર તૈનાત થશે IBG રક્ષા મંત્રાલયે આપી દીધી છે મંજૂરી IBGને સમજવા કોલ્ડ સ્ટાર્ટને સમજવુ જરૂરી કોલ્ડસ્ટાર્ટ ભારતીય લશ્કર રણનિતીની થિયરી કેવુ છે આઇજીબીનું સ્ટ્રકચર..? સૈન્યની યોજનાઓમાં IBG મહત્વનું પાસુ જયાં પાકિસ્તાનની સ્થિતી મજબૂત છે ત્યાં મુકાશે IBG IBG સેકટર ક્ષેત્રની વિશેષતાના આધારે તૈયાર કરવામાં આવશે. કોઇ પણ બે IBGની […]

Top Stories India
ibg 1 દુશ્મનો સાવધાન ! પશ્ચિમી સીમા પર તૈનાત થશે IBG, તમે જાણો છો, શું છે IBG?
  • દુશ્મનો સાવધાન !
  • પશ્ચિમી સીમા પર તૈનાત થશે IBG
  • રક્ષા મંત્રાલયે આપી દીધી છે મંજૂરી
  • IBGને સમજવા કોલ્ડ સ્ટાર્ટને સમજવુ જરૂરી
  • કોલ્ડસ્ટાર્ટ ભારતીય લશ્કર રણનિતીની થિયરી
  • કેવુ છે આઇજીબીનું સ્ટ્રકચર..?
  • સૈન્યની યોજનાઓમાં IBG મહત્વનું પાસુ
  • જયાં પાકિસ્તાનની સ્થિતી મજબૂત છે ત્યાં મુકાશે IBG

IBG સેકટર ક્ષેત્રની વિશેષતાના આધારે તૈયાર કરવામાં આવશે. કોઇ પણ બે IBGની ટુકડીઓ એક જેવી નહી હોય. અત્યાર સુધી દરેક સ્થળ પર એક જેવી વ્યવસ્થા હતી. પણ હવે ભારત સેકટર અને ક્ષેત્રને ધ્યાનમાં રાખીને IBG તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહયુ છે. IGBનું માર્ગદર્શક પાસું શું હશે? તેના માટે એક ખાસ શબ્દ TTTRનો ઉપયોગ કરે છે. શું છે TTTR?

થ્રેટ,….
ટેરેન….
ટાસ્ક…
અને રિસોર્સ…..એટલે કે TTTR…..

IBGને જે હથિયારો અને ઉપકરણની સુવિધા આપવામાં આવશે. તે એ વાત પર નિર્ભર હશે. કે તે ટીમને શું લક્ષ્ય આપવામાં આવ્યુ છે? તેનો વિસ્તાર કેવો છે? અને ત્યાં જોખમ કયા સ્તરનું છે? અધિકારીઓ અનુસાર પ્રત્યેક બેટલ ગ્રુપમાં લગભગ છથી આઠ યુનિટ રાખવામાં આવ્યા છે. પ્રત્યેક ગ્રુપનો વિસ્તાર તેમને સોપવામાં આવેલા ટાર્ગેટ અને દુશ્મનની તૈયારીઓને ધ્યાનમાં રાખીને નકકી કરવામાં આવે છે. આદેશ મળતાની સાથે વ તેઓ પલભરમાં દુશ્મનના વિસ્તારમાં દાખલ થવામાં સક્ષમ હશે. આ લડાકુઓ હાલના સ્ટ્રાઇકિંગ કોરના મુકાબલે વધુ સક્રિય અને તીવ્ર કાર્યવાહી કરવામાં સક્ષમ હશે.

રક્ષા મંત્રાલયે ઇંટિગ્રેટેડ બેટલ ગ્રુપને પશ્ચિમી સીમા પર તૈનાત કરવાની મંજૂરી આપી દીધી છે. હવે IBGને સમજવા માટે પહેલાં તમારે કોલ્ડ સ્ટાર્ટને સમજવું પડશે. કોલ્ડ સ્ટાર્ટ ભારતીય લશ્કરની એક સૈન્ય રણનિતીની થિયરી છે. તેને સરળ ભાષામાં કહીએ તો જેવી રીતે ગરમ કર્યા વિના ગાડી સ્ટાર્ટ કરવામાં આવે છે. તેવી જ રીતે કેટલાક કલાકોમાં સેનાને યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે છે. જેમાં સેનાની અલગ અલગ ટુંકડીઓ ઇંટિગ્રેટેડ બેટલ ગ્રુપની જેમ જ ઓપરેશન ચલાવે છે. કારણ કે જયાં સુધી દેશના બીજા હિસ્સાઓમાંથી સૈન્ય ટુંકડીઓ પહોચે ત્યાં સુધી દુશ્મન દેશના અલગ અલગ વિસ્તારોમાં હુંમલો કરી શકાય. જો કે ભારત સરકારે કયારેય એ વાત સ્વીકારી નથી કે કોલ્ડ સ્ટાર્ટ થીયરીનો સેનામાં અમલ થાય છે.

કેવુ છે આઇજીબીનું સ્ટ્રકચર..?

હવે એક નજર કરીએ IBGના સ્ટ્રકચર પર, તો તેમાં સૌથી પહેલાં કમાંડ હોય છે.કમાંડની નિચે કોર, અને કોરની નિચે ડિવિઝન હોય છે. અને ડિવિજન બાદ બ્રિગેડ અને ત્યારપછી બટાલીયન આવે છે. આર્મી કહે છે કે હવે આપણે નવી પ્રકારના યુદ્ધ લડવાના છે. જેમ કે કોલ્ડસ્ટાર્ટ. આ પ્રકારના વોરફાઇટ કરવા માટે ભારતીય સેનાને હવે નવું ફોર્મેશન જોઇતું હતું. જે ડિવિજન જેટલું મોટું ન હોય. એક ડિવિઝનમાં લગભગ 14 હજાર સૈનિક હોય છે. આર્મી કહે છે કે આ બહું મોટું ફોર્મેશન છે.

IBGનું ફોર્મેશન

શા માટે આ ફોર્મેશનને થોડું નાનું ન કરી દેવામાં આવે? જે બ્રિગેડથી મોટું હોય, આ ફોર્મેશનને થોડા વધારે હથિયારો અપાય, જેમ કે ટેંક, આર્ટીલરી, હેલીકોપ્ટર, જેનાથી તે ડિફેન્સીવ પણ હોય અને ઓફેંસિંવ પણ હોય..એટલા માટે IBGમાં બે ટીમો હશે. પહેલી ટીમ આક્રમક ભૂમિકામાં હશે. અને બીજી ટીમ દુશ્મનોના હુમલાને રોકવા અને બચાવનું કામ કરશે.

સૈન્યની યોજનાઓમાં IBG મહત્વનું પાસુ

IBG જનરલ રાવતના ચીન અને પાકિસ્તાન સાથે સૈન્ય ખતરા માટેની યોજનાઓમાં એક મહત્વનું પાસુ છે. બેટલ ગ્રુપ પાયદળના મુળ યુનિટની જગ્યા લઇ શકે છે. ડિવિઝન જેમાં અઢાર હજારથી વધુ સૈનિક, આર્ટીલરી બ્રિગ્રેડ, હેલીકોપ્ટર, સિગ્નલ, અને એન્જીનિયરીંગ રેજીમેન્ટ સામેલ છે. સેનાએ ડિવિઝન મુખ્યાલયના વીસર્જન માટે જાતે જ પ્રસ્તાવ આપ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મેદાનો માટે જ્યાં પાકિસ્તાનની જમાવટ સૌથી મજબૂત છે, ત્યાં ભારતીય IBG, હેવી અને લાઇટ એન્ટી-ટેન્ક એકમો અને ડીસીબી તરફથી ભારે પ્રતિકારની અપેક્ષા રાખી શકે છે. તો આ ક્ષેત્રના અભિયાન માટે તેને એરફોર્સના નવા એએચ EE એપાચે ​​હેલિકોપ્ટરથી એન્ટી ટેન્ક હથિયારોથી સજ્જ સશસ્ત્ર વાહનો અને ટેન્કો ઉડવામાં સક્ષમ તોપોની હવાઈ સહાયતાની જરૂર પડશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.