Not Set/ ભુજ/ અદાણી મેડિકલ કોલેજ ફરી વિવાદમાં, 94 નિવાસી તબિબો હડતાલ પર

ભુજ અદાણી મેડિકલ કોલેજ ફરી વિવાદમાં 94 નિવાસી તબીબો હડતાળ પર ઉતર્યા પડતર માંગણીઓને લઈને કરી હડતાળ હોસ્પિટલની સેવાઓ પ્રભાવિત થઈ ભુજની અદાણી મેડિકલ કોલેજ ફરી વિવાદોના ઘેરામાં જોવામાં આવી રહી છે. ફરી એકવાર ભુજની અદાણી મેડિકલ કોલેજના 94 નિવાસી તબીબો હડતાળ પર ઉતર્યા છે. નિવાસી તબીબો દ્વારા જૂની માંગણીઓ ન સંતોષાતા હડતાળ પર ઉતરતા […]

Gujarat Others
Bhuj Adani Medical College1 ભુજ/ અદાણી મેડિકલ કોલેજ ફરી વિવાદમાં, 94 નિવાસી તબિબો હડતાલ પર
  • ભુજ અદાણી મેડિકલ કોલેજ ફરી વિવાદમાં
  • 94 નિવાસી તબીબો હડતાળ પર ઉતર્યા
  • પડતર માંગણીઓને લઈને કરી હડતાળ
  • હોસ્પિટલની સેવાઓ પ્રભાવિત થઈ

ભુજની અદાણી મેડિકલ કોલેજ ફરી વિવાદોના ઘેરામાં જોવામાં આવી રહી છે. ફરી એકવાર ભુજની અદાણી મેડિકલ કોલેજના 94 નિવાસી તબીબો હડતાળ પર ઉતર્યા છે. નિવાસી તબીબો દ્વારા જૂની માંગણીઓ ન સંતોષાતા હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેસિડેન્ટ્સના એરીયર્સ અને તેના સ્ટાઈપેન્ડ વધારા, કૉલેજમાં સિનિયર ડૉક્ટર્સની નિમણૂંક સહિતના મુદ્દે તબીબો દ્વારા માંગ કરવામાં આવી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા વારંવાર સમયમર્યાદા વધારાતા તબીબોએ ફરી હડતાળનો માર્ગ અપનાવ્યો. રેસિડેન્ટ ડોક્ટરની હડતાળના કારણે હોસ્પિટલની સેવાઓ પ્રભાવિત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.