Not Set/ અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચ માટે પિચ બનાવનાર ભારતીય ક્યુરેટરનું શંકાસ્પદ સંજોગોમાં મોત

પીચ બનાવનાર ક્યુરેટર મોહન સિંહનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવ્યો છે. મોતનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં તેને આત્મહત્યા કહેવામાં આવી રહી છે.

Top Stories Sports
hbibganj 16 અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચ માટે પિચ બનાવનાર ભારતીય ક્યુરેટરનું શંકાસ્પદ સંજોગોમાં મોત

અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાઈ રહેલી અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સુપર-12 મેચ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની ચેનલ એઆરવાય ન્યૂઝ અનુસાર, પીચ બનાવનાર ક્યુરેટર મોહન સિંહનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવ્યો છે. મોતનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં તેને આત્મહત્યા કહેવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં આ મોતને લઈને પણ અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે. પ્રશાસને તેની પાછળના કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મહત્વની હતી. હવે અફઘાનિસ્તાન સામેની મેચમાં મળેલી હાર સાથે ભારત સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.

મોહને શેખ જાયદ સ્ટેડિયમની વિકેટ બનાવી હતી

36 વર્ષીય મોહન સિંહ ભારતના રહેવાસી હતા. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો શેખ જાયદ સ્ટેડિયમની વિકેટ પર રમી છે અને તમામ પીચ મોહન સિંહે બનાવી છે.

પંજાબ ક્રિકેટ સ્ટેડિયમ, મોહાલીમાં ક્યુરેટર તરીકે તાલીમ લીધા પછી, મોહન સપ્ટેમ્બર 2004માં અબુ ધાબી ગયો, જ્યાં તે 1994 થી ગ્રાઉન્ડ સુપરવાઈઝર તરીકે સેવા આપી રહ્યા હતા. ત્યાં તે ટેનિસ સહિત અન્ય ઘણી રમતોમાં કોચને મદદ પણ કરતા હતા. ક્રિકેટ તરફ ધ્યાન દોરતા પહેલા તેને સ્વિમિંગનો શોખ હતો.

2007ના વનડે વર્લ્ડ કપમાં પણ આવી ઘટના બની હતી.

17 માર્ચ 2007ના રોજ પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમનો પરાજય થયો હતો. આ સાથે તે વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગઈ હતી. તે ખૂબ જ મોટો બદલાવ હતો, પરંતુ બીજા જ દિવસે ટીમના કોચ બોબ વૂલ્મરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનો મૃતદેહ જમૈકાના કિંગ્સટનમાં તેની હોટલના રૂમના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. તેના શરીર પર કોઈ કપડા પણ ના હતા. આ મોત બાદ પાકિસ્તાની ક્રિકેટરોને હત્યારા પણ કહેવામાં આવ્યા હતા.

હવામાન / અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન, માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના

દ્વારકા / પાક.ની ફરી નાપાક હરકત, ફિશિંગ બોટ પર કર્યું ફાયરીગ, એક માછીમારનું મોત

ગજબ છે ..! / અનોખું ગામ જ્યાં મહિલાઓના વાળ તેમની લંબાઈ કરતા વધુ લાંબા હોય છે

Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ

ગજબ છે ..! / રેલવે સ્ટેશન કે એરપોર્ટ?  અહીની વિશ્વકક્ષાની સુવિધાઓ જોઈ ચોક્કસથી આંખો અંજાઈ જશે

World / ડ્રેગન બનાવી રહ્યું છે ખતરનાક જૈવિક હથિયાર, વિશ્વ માટે ઘાતક સાબિત થઇ શકે છે