દક્ષિણ ચીનનું હુઆંગલુઓ ગામ એક ખાસ કારણથી પ્રખ્યાત છે. અહીંની મહિલાઓના વાળ તેમની લંબાઈ કરતા લાંબા હોય છે. આ કારણે આ ગામનું નામ વિશ્વના સૌથી લાંબા વાળવાળા ગામ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. રિપોર્ટ્સ અનુસાર અહીંની મહિલાઓના વાળ 5 ફૂટ સુધી લાંબા હોય છે. જ્યારે કેટલીક મહિલાઓના વાળ 6 ફૂટ સુધી લાંબા હોઈ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં મહિલાઓના વાળ 1 કિલો સુધી ભારે હોય છે.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના વાળ ઘટ્ટ, કાળા અને લાંબા હોવા જોઈએ. પરંતુ શહેરોનું વધતું પ્રદૂષણ, ખરાબ પાણી અને ચિંતા જેવા કેટલાક કારણોને લીધે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ રહી છે. સ્ત્રી હોય કે પુરૂષ, તેઓ પોતાના વાળને લઈને ખૂબ જ ગંભીર હોય છે. વિવિધ શેમ્પૂ બદલે છે. વાળની સારવાર કરાવે છે. અને કેટલાક લોકો તેમના વાળથી સંતુષ્ટ નથી. પરંતુ દુનિયામાં એક એવું ગામ છે જ્યાં દરેક મહિલાના વાળ ઘણા લાંબા અને ઘટ્ટ હોય છે. પોતાના વાળના કારણે આ ગામે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ચાઈના લોંગ હેર વિલેજમાં સ્થિત આ ગામની ખાસિયત જાણીને તમે દંગ રહી જશો.

હુઆંગલુઓ વિલેજ દક્ષિણ ચીનના ગુઈલિન શહેરથી 2 કલાકના અંતરે આવેલું છે. જો કે તે સામાન્ય ગામડા જેવું જ છે, પરંતુ તેની ખાસિયત એ છે કે અહીંની મહિલાઓના વાળ ઘણા લાંબા હોય છે. આ કારણે આ ગામનું નામ વિશ્વના સૌથી લાંબા વાળવાળા ગામ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. રિપોર્ટ્સ અનુસાર અહીંની મહિલાઓના વાળ 5 ફૂટ સુધી લાંબા હોય છે. જ્યારે કેટલીક મહિલાઓના વાળ 6 ફૂટ સુધી લાંબા હોઈ શકે છે. વર્ષ 2004માં મહિલાના વાળની લંબાઈ 7 ફૂટ માપવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે અહીં મહિલાઓના વાળ 1 કિલો સુધી ભારે હોય છે. આ મહિલાઓમાં એક માન્યતા છે, જેને યાઓ વુમન તરીકે ઓળખવામાં આવે છે, જેના કારણે તેઓ પોતાના વાળ નથી કાપતા.
https://www.instagram.com/p/CKjdhMkFIwc/?utm_source=ig_embed&ig_rid=26070766-b12a-47e4-8a60-15bec54149af
ગામડાની મહિલાઓ ફક્ત એક જ વાર વાળ કાપે છે
રિપોર્ટ્સ અનુસાર, અહીંની મહિલાઓ 17 કે 18 વર્ષની ઉંમરમાં માત્ર એક જ વાર વાળ કાપે છે. વાળ કાપવાની એક વિધિ થાય છે જેમાં ગામના અન્ય લોકો પણ સામેલ હોય છે. તે પછી તે ક્યારેય તેના વાળ કપાવતી નથી. વાળની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ છે. અહીંના લોકોએ મહિલાઓના વાળ માટે ખાસ શેમ્પૂ પણ બનાવ્યા છે, જેનો ઉપયોગ મહિલાઓ કરે છે. તેમાં ચા, ફર અને અનેક ઔષધો ઉમેરવામાં આવે છે.
National / અરવિંદ કેજરીવાલ પહેલીવાર ડિઝાઇનર કુર્તામાં જોવા મળ્યા,- ભૂતપૂર્વ સહકર્મી આશુતોષે ટ્વિટ કર્યું તો થયા ટ્રોલ
