Not Set/ સુરતમાં 24 કલાક સળગતી ચિતાઓથી સ્મશાનની ગ્રીલ પણ પિંગળી ગઇ તોંયે બધુ ” ALL IS WELL”  

તમે જરાય ચિંતા ન કરતાં બધુ બરાબર છે. પણ સુરતના સ્મશાનોમાં સતત સળગતી ચિતાઓએ સ્મશાન ગૃહોની ગ્રીલ પિંગળાવીને તંત્રના મોઢે તમાચો માર્યો છે.

Top Stories Gujarat Surat Trending

અચાનક લોકડાઉન થતાં ઘરવખરી માટે કતાર, ઘરે જવા માટે કતાર, બિમાર પડ્યા તો ટેસ્ટિંટ માટે કતાર, પોઝિટીવ આવ્યા તો હોસ્પિટલમાં કતાર, અને મરી ગયા તો બળવા માટે કતાર, કદાચ આજ એક સામાન્ય માણસની જીંદગીની ખરી વાસ્તવિકતા છે જેને સામાન્ય માણસે સ્વિકારી લીધી છે એટલે કંઇક કરો કે ન કરો સાહેબ હવે સામાન્ય માણસોને કતારની આદત પડી ગઇ છે. સુરતની સ્થિતી જોઇને અસ્થિર મગજનો માનવી પણ ગંભીરતાને પારખી શકે છે સ્થિતી કેટલી વિકટ બની ગઇ છે. અને તોંય તંત્ર માટે તો ” ALL IS WELL” છે.

આ પણ વાંચો :મહેસાણામાં કોરોનાએ આતંક મચાવ્યો,  નવા 150 કેસ આવતા ખળભળાટ ફેલાયો 

સરકારી તંત્ર કહે છે કે તમે જરાય ચિંતા ન કરતાં બધુ બરાબર છે. પણ સુરતના સ્મશાનોમાં સતત સળગતી ચિતાઓએ સ્મશાન ગૃહોની ગ્રીલ પિંગળાવીને તંત્રના મોઢે તમાચો માર્યો છે. દિવસ રાત સળગતી ચિતાઓની વેદનાથી સ્મશાનની ગ્રીલ પણ પિંગળી ગઇ છે. પણ કોરોનાને કાબુમાં કરવાના બદલે વાહવાહી લૂટવામાં વ્યસ્ત તંત્ર આ પરિસ્થિતીથી પિંગળશે કે નહી તે સવાલ છે. વિચારવાની વાત એ છે જીંદગીભર કતારમાં ઉભો રહેલો સામાન્ય માણસ મર્યા પછી પણ કતારમાં જ છે.

સુરતમાં સતત મૃત્યુઆંક કોરોના સંક્રમણને કારણે વધી રહ્યો છે. કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા છે. બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી કે કોરોનાના કારણે મોતનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે.

આ પણ વાંચો :રાજકોટ નજીક પીપરડી ગામ પાસે કેમિકલ કંપનીનું બોઇલર ફાટ્યું : 4 લોકોના મોત, 12 ઘાયલ

શહેરમાં કોરોનાના કેરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચિતા પણ ગરમીથી પીગળી ગઈ છે આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ રહી છે.

સુરતના સ્મશાન ગૃહોમાં મૃતદેહોની લાંબી લાઈનો પડી રહી છે. આવો ભયાનક મંજર ગુજરાતમાં આ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. સુરતના ઉમરા સ્મશાન ગૃહમાં લાંબી લાઈન લાગી છે. અશ્વની કુમાર સ્મશાન બાદ હવે ઉમરા સ્મશાનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોરોના પોઝિટિવ અને સામાન્ય મૃતકોની લાંબી લાઈન લાગેલી છે. અહીં મૃતદેહોનો ખડકલો પથરાયેલો છે, તો સાથે જ પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યાં છે.

આ પણ વાંચો : બોર્ડની પરીક્ષા નિયમ મુજબ નિયત સમયે જ યોજાશે, વાલીઓ દ્વિધામાં ન રહે : મુખ્યમંત્રી રૂપાણી

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ બની ગયું છે. રોજના 300થી આસપાસ સત્તાવાર આંકડા બહાર આવી રહ્યા છે જ્યારે બિનસત્તાવાર આંક તો ખૂબ જ ઊંચો હોવાનું માનવામાં આવી રહ્યો છે. જેમ સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે જેની સામે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ મૃત્યુઆંક તમને સરકારી ચોપડે જોવા નહીં મળે પરંતુ એના માટે સ્મશાનગૃહની મુલાકાત લેવી પડે.

સ્મશાન ગૃહના આ દ્રશ્યો કોઈને પણ કંપારી છુટાવી દે તેવા છે, સુરતમાં કોરોનાની પરિસ્થિતિ ડેન્જર ઝોનમાં પ્રવેશી | Gujarat News in Gujarati

કિરણ હોસ્પિટલની બહાર લાંબી લાઇન જોવા મળી રહી છે. જણાવીએ કે, 10 હજાર ઇન્જેક્શ ફાળવણી મુખ્ય મંત્રી દ્વારા જાહેરાત કરાઈ હતી. જે બાદ બે દિવસમાં માત્ર 3700 ઇન્જેક્શનનું વિતરણ કરાયું હતું. શનિવારે 1200 ઇન્જેક્શન નું વિતરણ કરાયું હતું. તો,રવિવારે 2500 ઇન્જેક્શ નું વિતરણ કરાયું હતું, જયારે આજે રાત્રિથી લોકો લાઈનમાં ઉભા છે. સોમવારે ઇન્જેક્શન ન હોવાથી વિતરણ બંધ હતું.

આ પણ વાંચો :કોરોનાને કારણે 25 એપ્રિલના રોજ યોજાનારી શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ

શહેરમાં કોરોનાનો અજગરી ભરડો થતા ગંભીર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સિવિલ અને સ્મિમેરમાં 1315 દર્દીઓ ગંભીર છે. સિવિલમાં 1149 પૈકી 1066 દર્દીઓ ગંભીર હોવાનું સામે આવ્યું છે. સિવિલમાં આશરે 92 તક દર્દીઓ ગંભીર છે. 14 વેન્ટિલેટર, 147 બાઈપેપ અને 877 દર્દીઓ ઓક્સિજન ઉપર છે. સ્મીમેરમાં 283 પૈકી 275 દર્દીઓ ગંભીર છે. સ્મિમેરમાં આશરે 98 ટકા દર્દીઓ ગંભીર છે. 12 વેન્ટિલેટર, 72 બાઈપેપ અને 191 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર છે.

Every day 240 persons died in Surat from corona ? long line for last funeral at Smashan | ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના કારણે દરરોજ 240નાં મોત ? બાજુનાં શહેરોમાં લઈ જવા પડે છે ...