દ્વારકા/ પાક.ની ફરી નાપાક હરકત, ફિશિંગ બોટ પર કર્યું ફાયરીગ, એક માછીમારનું મોત

દરિયામાં માછીમારી કરવા ગયેલા જલપરી નામની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાક મરીન દ્વારા ફાયરિંગમાં શ્રીધર નામના ખલાસીનું મોત થયું છે.

Top Stories Gujarat Trending

દિવાળીના તહેવારોમાં પાકિસ્તાન તરફથી ફરી એક વર નાપાક હરકત કરવામાં આવી છે. ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલા માછીમારોની ફિશિંગ બોટ પર ફાયરીંગ કર્યું છે. તો એક બોટનું અપહરણ પણ કરવામાં આવ્યું છે. તો સાથે આ ફાયરિંગની ઘટનામાં એક ખલાસીનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાન મરીને ભારતીય જળ સીમામાં ફાયરિંગ કર્યું છે. દ્વારકા – ઓખા અધિકારી સમુદ્રમાં ઓખાની ફિશિંગ બોટ પર ફાયરીગ કર્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. દરિયામાં માછીમારી કરવા ગયેલા જલપરી નામની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાક મરીન દ્વારા ફાયરિંગમાં શ્રીધર નામના ખલાસીનું મોત થયું છે. જ્યારે એક બોટ અને 6 જરતલ માછીમારોનું અપહરણ પણ કરાયુ છે. અન્ય એક માછીમારને ઈજા પહોંચી અને બોટના કાચ તૂટ્યા છે. હાલમાં જલપરી બોટને દરિયાકાંઠે લાવી ઓખા મરીન દ્વારા પંચનામું કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનો દરિયાકાંઠો સૌથી લાંબો છે. જ્યારે પાકિસ્તાન અવારનવાર ભારતીય જળસીમામાં ખોટી રીતે ઘૂસણખોરી કરીને માછીમારોનું અપહરણ કરે છે. અને તેની  સજા નિર્દોષ માછીમારો અને તેમના પરિવારજનોએ ભોગવવી પડે છે.

ગજબ છે ..! / અનોખું ગામ જ્યાં મહિલાઓના વાળ તેમની લંબાઈ કરતા વધુ લાંબા હોય છે

Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ

ગજબ છે ..! / રેલવે સ્ટેશન કે એરપોર્ટ?  અહીની વિશ્વકક્ષાની સુવિધાઓ જોઈ ચોક્કસથી આંખો અંજાઈ જશે

World / ડ્રેગન બનાવી રહ્યું છે ખતરનાક જૈવિક હથિયાર, વિશ્વ માટે ઘાતક સાબિત થઇ શકે છે