Not Set/ સેનાએ સ્પષ્ટ કર્યું અગ્નિપથ યોજના પરત ખેંચાશે નહીં

સૈન્યમાં જોડાવા માટે અનુશાસન એ પ્રથમ આવશ્યકતા છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવી જોઈએ

Top Stories India
6 31 સેનાએ સ્પષ્ટ કર્યું અગ્નિપથ યોજના પરત ખેંચાશે નહીં

અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. યુવાનો આ યોજનાનો સતત વિરોધ કરી રહ્યા છે.      આ  દરમિયાન, રવિવારે ત્રણેય સેનાઓ દ્વારા અગ્નિપથ યોજનાને લઈને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ યોજનાના લાભ અંગે વિસ્તૃત માહિતી આપી હતી, સાથે આ યોજના કોઇપણ સંજોગોમાં પરત લેવામાં આવશે નહીં.

આ પ્રેસ કોન્ફરન્સમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી, સેના તરફથી લેફ્ટનન્ટ જનરલ બંસી પોનપ્પા, નેવી તરફથી વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને વાયુસેનાના એર માર્શલ સૂરજ ઝા જોડાયા હતા. અગ્નિવીરોનો વાસ્તવિક અર્થ સમજાવતા લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે ભારતીય સેનાનો પાયો શિસ્ત છે. સેનામાં આગચંપી, તોડફોડને કોઈ સ્થાન નથી. સૈન્યમાં જોડાવા માટે અનુશાસન એ પ્રથમ આવશ્યકતા છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવી જોઈએ.

પ્રદર્શનકારીઓને મોટેથી કહેતા લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે સેનામાં હિંસક લોકો માટે કોઈ સ્થાન નથી. ભરતી માટે આવનાર દરેક વ્યક્તિએ સર્ટિફિકેટ આપવું પડશે કે તે વિરોધ કે તોડફોડનો ભાગ નથી. પોલીસ વેરિફિકેશન વિના કોઈ પણ વ્યક્તિ આર્મીમાં જોડાઈ શકે નહીં. તેથી, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમનો સમય બગાડે નહીં. જો કોઈની સામે એફઆઈઆર નોંધવામાં આવે તો તે સેનામાં જોડાઈ શકે નહીં.

પ્રેસ કોન્ફરન્સમાં લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ એ પણ સ્પષ્ટ કર્યું કે સેનામાં સૈનિકોની ભરતીની અગ્નિપથ યોજના પાછી ખેંચવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ એક પ્રગતિશીલ પગલું છે અને દેશની સુરક્ષા માટે આવું કરવું ખૂબ જ જરૂરી છે. તેથી, અગ્નિપથ યોજના પાછી ખેંચવાનો કોઈ પ્રશ્ન જ નથી.