Israel-American relations/ ઇઝરાયેલ-અમેરિકાની દોસ્તીમાં પડી તિરાડ; બેન્જામિન નેતન્યાહુએ મંત્રીઓને ખાસ આદેશ આપ્યા

પ્રથમ વખત ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. બંને દેશો વચ્ચે તણાવ એ હદે વધી ગયો છે કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમના કેબિનેટ મંત્રીઓને કોઈપણ અમેરિકન રાજદ્વારી કે મંત્રીને તેમની પરવાનગી વગર મળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ તણાવનું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન છે, જેમાં તેમણે ઈઝરાયેલના પીએમને જ્યુડિશિયલ […]

Top Stories World

પ્રથમ વખત ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. બંને દેશો વચ્ચે તણાવ એ હદે વધી ગયો છે કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમના કેબિનેટ મંત્રીઓને કોઈપણ અમેરિકન રાજદ્વારી કે મંત્રીને તેમની પરવાનગી વગર મળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ તણાવનું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન છે, જેમાં તેમણે ઈઝરાયેલના પીએમને જ્યુડિશિયલ ઓવરહોલ (ન્યાયિક સુધારણા) બિલ પાછું ખેંચવા કહ્યું હતું.

દો જીસ્મ, એક જાન કહેવાતા અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધોમાં જબરદસ્ત તણાવના કારણો ઘણા છે. બેન્જામિન નેતન્યાહુને પાંચમી વખત ઈઝરાયેલના પીએમ બન્યાને લગભગ 8 મહિના વીતી ગયા છે. આ દરમિયાન તેમણે એક પણ વખત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી નથી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર,અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને એ પસંદ નહોતું કે નેતન્યાહૂ ઈઝરાયેલના કટ્ટરપંથી અને આરબ વિરોધી નેતાઓની પાર્ટીઓ સાથે ગઠબંધન કરે અને પોતાની સરકાર બનાવે.

બંને દેશો વચ્ચે તણાવનું બીજું કારણ ઈઝરાયેલની કટ્ટરપંથી સરકાર દ્વારા 15 માર્ચે એક બિલ પસાર કરવું છે. આમાં તે 2005ની ડીલ રદ કરવાનું કહેવામાં આવ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ઇઝરાયલી સૈનિકો વેસ્ટ બેંકની એક ખાસ સ્થળ પરથી હટી જશે અને પેલેસ્ટાઇન તેનો કબજો લેશે. અમેરિકા અને આરબ દેશો ગુસ્સે થયા છે. હદ ત્યારે થઈ જ્યારે 22 માર્ચે અમેરિકાની વિદેશ મંત્રાલયે ઈઝરાયેલના રાજદૂતને બોલાવીને આ મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે તણાવનું ત્રીજું કારણ અને મહત્વનું કારણ જ્યુડિશિયલ ઓવરહોલ બિલ હતું. નેતન્યાહુ સરકાર જ્યુડિશિયલ ઓવરહોલ (ન્યાયિક સુધારણા) માટે એક બિલ લાવી હતી. લાખો નાગરિકોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. 29 માર્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને એક નિવેદન આપ્યું હતું. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, નેતન્યાહુએ પોતાની જીદ છોડી દેવી જોઈએ અને આ બિલ પાછું ખેંચી લેવું જોઈએ. લોકશાહીનું રક્ષણ કરવું જરૂરી છે. બાદમાં નારાજ નેતન્યાહુએ કહ્યું કે આ અમારો આંતરિક મામલો છે. આમાં કોઈએ દખલ ન કરવી જોઈએ.

તણાવનું ચોથું કારણ એ છે કે, તાજેતરમાં ઇઝરાયેલના વિદેશ મંત્રી રોમમાં લિબિયાના વિદેશ મંત્રીને મળ્યા હતા. આ સમાચાર ખુદ ઈઝરાયેલ કેમ્પે લીક કર્યા હતા. જેના કારણે લિબિયાના વિદેશ મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે દેશ છોડીને જતા રહ્યા હતા. અમેરિકન રાજદ્વારીએ તેને ગુપ્તતા અને વિશ્વાસ તોડવાનું કૃત્ય ગણાવ્યું હતું.

આ પણ  વાંચો: Shukrayaan-1/ ‘ISRO’ વધુ એક સફળતાનો ઈતિહાસ લખવાની તૈયારીમાં, જાણો શું છે મિશન “શુક્રયાન-1”

આ પણ  વાંચો: દિલ્હી ફરી શર્મસાર/ 28 વર્ષના યુવકે હેવાનિયતની હદ વટાવી, 85 વર્ષીય વૃદ્ધ મહિલાને બનાવી હવસનો શિકાર

આ પણ  વાંચો: Sun Mission/ સૂર્યનો ‘દિવસ’ કેટલા કલાક ચાલે છે? શું સૂર્ય વિના જીવન શક્ય છે?