All India Police loan tennis/ અમદાવાદમાં ઓલ ઈન્ડીયા પોલીસ લોન ટેનિસ ટુર્નામેન્ટને લઇને પોલીસની હાલત કફોડી

અમદાવાદમાં એક તરફ ક્રિકેટ મેચના ફીવરે જોર પકડ્યું છે તો બીજીતરફ અમદાવાદમાં ઓલ ઈન્ડીયા પોલીસ લોન ટેનિસ ટુર્નામેન્ટને પગલે સ્થાનિક પોલીસની હાલત કફોડી બની છે

Top Stories Gujarat
2 6 અમદાવાદમાં ઓલ ઈન્ડીયા પોલીસ લોન ટેનિસ ટુર્નામેન્ટને લઇને પોલીસની હાલત કફોડી

અમદાવાદમાં એક તરફ ક્રિકેટ મેચના ફીવરે જોર પકડ્યું છે તો બીજીતરફ અમદાવાદમાં ઓલ ઈન્ડીયા પોલીસ લોન ટેનિસ ટુર્નામેન્ટને પગલે સ્થાનિક પોલીસની હાલત કફોડી બની છે. મેચના બંદોબસ્ત સાથે હવે પોલીસ માટે દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુરક્ષા તથા રહેવા જમવાની જવાબદારી માથે આવી છે. અમદાવાદ તથા તેની આજુબાજુના જીલ્લામાં પણ હોટેલો બુક થઈ ગયેલી છે. રૂમ ન મળતા કેટલાય લોકો ખોટી રીતે હોસ્પિટલોમાં દાખલ પણ થઈ ગયા છે.
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ યોજાવાની છે. જેને પગલે મોટી સંખ્યામાં લોકો ભારતભરમાંથી અમદાવાદમાં આવ્યા છે. જેને કારણે હોટેલોના રૃમ બુક થઈ ગયા છે.બીજીતરફ 16 થી 21 ઓક્ટોબર દરમિયાન લોન ટેનીસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરમાંથી ડીજીપી, એડિશનલ ડીજી, આઈજી, ડીવાયએસપી અને એસપી કક્ષાના સીનીયર અધિકારીઓનું આગમન થવાનું છે. આ તમામ પોલીસ અધિકારીઓ માટે રહેવા જમવા અને સુરક્ષાની જવાબદારી સ્થાનિક પોલીસને માથે છે. ગાંધીનગરના કરાઈ એકેડેમી ખાતે અંદાજે 25 રૂમનું ગેસ્ટ હાઉસ છે. તેનો ઉપયોગ અધિકારીઓને રહેવા માટે ઉપયોગમાં લેવાશે. તે સિવાય ક્લબો તથા અન્ય હોટેલોમાં પણ તેમને રોકાવાની વ્યવસ્થા કરવાની તજવીજ ચાલી રહી છે. આ અધિકારીઓને જમવાની વ્યવસ્થા પણ અલગ અલગ હોટેલો, ક્રુઝ રેસ્ટોરાં વગેરે ઠેકાણે વ્યવસ્થા કરવામાં આવી છે.

આ તમામ અધિકારીઓ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે, એમ સુત્રોનું કહેવું છે. જેમાંથી મોટાભાગના અધિકારીઓ ભારત પાકિસ્તાનની મેચ જોવા જાય તેવી પુરી શક્યતા છે. તેને કારણે પણ તેમના બંદોબસ્તની જવાબદારી સ્થાનિક પોલીસને શીરે આવી છે. ગુજરાત પોલીસની મહેમાનગતિ જાણીતી છે. જેને કારણે ગુજરાતમાં ત્રણેક જેટલી ડીજીપી મીટ પણ થઈ છે.