Not Set/ #INDvNZ : ભારતીય ટીમે ૭ વિકેટે મેળવી શાનદાર જીત, ૧૦ વર્ષ બાદ સિરીઝ પર ૩-૦થી કર્યો કબ્જો

માઉન્ટ માઉન્ગાનુઈ, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની શ્રેણીની ત્રીજી મેચ માઉન્ટ માઉન્ગાનુઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ત્રીજી વન-ડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પૂરી ટીમ માત્ર ૨૪૩ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી અને ભારતને ૨૪૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. India wins 3rd ODI against New Zealand by 7 wickets. Takes unassailable […]

Top Stories Trending Sports
Dx wEglW0AA1m n #INDvNZ : ભારતીય ટીમે ૭ વિકેટે મેળવી શાનદાર જીત, ૧૦ વર્ષ બાદ સિરીઝ પર ૩-૦થી કર્યો કબ્જો

માઉન્ટ માઉન્ગાનુઈ,

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની શ્રેણીની ત્રીજી મેચ માઉન્ટ માઉન્ગાનુઈના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ત્રીજી વન-ડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પૂરી ટીમ માત્ર ૨૪૩ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી અને ભારતને ૨૪૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલો ૨૪૪ રનનો લક્ષ્યાંક ભારતીય ટીમે ૪૩ ઓવરમાં જ વટાવી દીધો હતો અને ૭ વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ ભારતે ૫ મેચની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી છે અને ૧૦ વર્ષ બાદ ન્યુઝીલેન્ડની ધરતી પર વિજય મેળવ્યો છે.

આ પહેલા ટીમ ઇન્ડિયાએ ૨૦૦૯માં ન્યુઝીલેન્ડમાં કોઈ સિરીઝ જીતી હતી. આ પહેલા ભારતે ૨૦૧૪માં રમાયેલી શ્રેણી ૦-૪થી ગુમાવી હતી.

ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા ૨૪૪ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમે અત્યારસુધીમાં ૩ વિકેટના નુકશાને ૨૪૦ રન બનાવી લીધા છે. શિખર ધવન ૨૮ રન, રોહિત શર્મા ૬૨ રન અને વિરાટ કોહલી ૬૦ રન બનાવી આઉટ થયા છે. જયારે  અંબાતી રાયડુ ૪૦ રન અને દિનેશ કાર્તિક ૩૮ રને અણનમ રહ્યા હતા.

ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે અત્યારસુધીમાં ૭ વિકેટના નુકશાને ૨૨૮ રન બનાવ્યા છે. ઓપનર બેટ્સમેન માર્ટિન ગપ્ટીલ ૧૩ રન, કોલિન મુનરો ૭ રન, કેપ્ટન કેન વિલિયમસન ૨૮ રન, ટોમ લથામ ૫૧ રન, હેન્રી નિકોલ્સ ૬ રન બનાવી આઉટ થયા છે, જયારે મિડલ ઓર્ડર બેટ્સમેન રોસ ટેલરે સૌથી વધુ ૯૩ રન ફટકાર્યા છે.

ભારત તરફથી મોહમ્મદ શામીએ સૌથી વધુ ૩ વિકેટ, જયારે હાર્દિક પંડ્યા, યુજ્વેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારે ૨ – ૨ વિકેટ ઝડપી છે.

ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોની માંસપેશિયોમાં ખેચાવના કારણે ટીમમાંથી બહાર થયા છે અને તેઓના સ્થાને દિનેશ કાર્તિકનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ પાછા ફરેલા ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પણ ટીમમાં વાપસી થઇ છે.

બીજી બાજુ ન્યુઝીલેન્ડની ટીમમાં કોલિન ડી ગ્રેંડહોમના સ્થાને મિશેલ સેંટનરનો સમાવેશ કરાયો છે.